

સનાતન ધર્મમાં પૂર્વજોની આત્માની શાંતિ માટે, પિતૃ પક્ષ દરમિયાન ઘણા ઉપાયો કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, પિતૃ પક્ષ દરમિયાન, આપણા પૂર્વજો તેમના વંશજોને મળવા આવે છે. આ સાથે તેમના દ્વારા કરવામાં આવતા સારા કાર્યોથી પ્રસન્ન થઈને તેઓ તેમને શુભ આશીર્વાદ આપીને જાય છે. જે માતા લક્ષ્મીનું વ્રત આવે છે. તેમાય ગજલક્ષ્મી વ્રતનું પોતાનું વિશેષ મહત્વ છે

ગજલક્ષ્મી વ્રત ક્યારે કરવામાં આવે છે?
ભાદરવાના માસના કૃષ્ણ પક્ષમાં ગજલક્ષ્મી વ્રત રાખવામાં આવે છે. મહાલક્ષ્મી વ્રત દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિથી મનાવવામાં આવે છે, આ વ્રત 16 દિવસ સુધી ચાલે છે. અશ્વિન મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ 16માં દિવસે ગજલક્ષ્મી વ્રત રાખવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મી હાથી પર બિરાજે છે, એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ ગજલક્ષ્મીનું વ્રત કરે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે. ત્યારે આ વખતે ગજલક્ષ્મી વ્રત 18 સપ્ટેમ્બર 2022ના રોજ એટલે કે આજે છે.
ગજલક્ષ્મીના વ્રતનું મહત્વ
ધાર્મિક માન્યતાઓ અનુસાર જે વ્યક્તિ ગજલક્ષ્મીનું વ્રત કરે છે. તેની પૂજા સંપૂર્ણ વિધિથી કરવી જોઈએ. શાસ્ત્રો અનુસાર આ દિવસે ઉપવાસ પર ભોજન લેવામાં આવતું નથી. તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. ગજલક્ષ્મી વ્રત રાખવાથી માતા લક્ષ્મીની કૃપા પરિવારના સભ્યો પર બની રહે છે. આ વ્રત કરવાથી ધન, અન્ન, સુખ-સમૃદ્ધિ અને સંતાન વગેરેની પ્રાપ્તિ થાય છે.

આ દિવસે સોનું ખરીદવું શુભ છે
સનાતન ધર્મમાં દેવી લક્ષ્મીને ધન અને સમૃદ્ધિની દેવી કહેવામાં આવે છે. જેઓ ભગવાન વિષ્ણુની પત્ની દેવી લક્ષ્મીની સાચી ભક્તિ અને આદરથી પૂજા કરે છે તેઓ પણ રાજા બને છે. એવું માનવામાં આવે છે કે ગજલક્ષ્મી વ્રતના દિવસે સોનું ખરીદવું ખૂબ જ શુભ હોય છે. આ દિવસે ખરીદેલું સોનું 8 ગણું વધી જાય છે. ગજલક્ષ્મી વ્રતને મહાલક્ષ્મી વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં ઘણી જગ્યાએ લક્ષ્મીનો તહેવાર 16 દિવસ સુધી ઉજવવામાં આવે છે. 17માં દિવસે, પરિવારના સભ્યો સંપૂર્ણ વિધિપૂર્વક દેવી લક્ષ્મીની પૂજા કર્યા પછી 17માં દિવસે ઉદ્યાપન કરે છે.
ભક્તોની સર્વે મનોકામના થાય છે પૂર્ણ
ધાર્મિક માન્યતા છે કે ગજ લક્ષ્મી વ્રતના દિવસે માં લક્ષ્મી હાથી પર બિરાજમાન થઇને આવે છે. આ દરમ્યાન માં લક્ષ્મીની વિધિ-વિધાન પૂર્વક પૂજા કરવાથી અને વ્રત વગેરે કરવાથી ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને માં લક્ષ્મીની કૃપા પ્રાાપ્ત થાય છે. આવો જાણીએ મહાલક્ષ્મી વ્રત અંગે અમુક જરૂરી વાતો.