ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદના આ વિસ્તારોમાં બનશે ગગનચુંબી ઇમારત, સ્કાય સ્ક્રેપરમાં રહેવાની આવશે મજા

Text To Speech

ગુજરાતનો વિકાસ જેટ ગતીએ થઇ રહ્યો છે. તેવામાં મેટ્રો શહેર અમદાવાદ પણ વિકાસની હરણફાળમાં બાકાત નથી. જેમાં હવે આકાશને આંબતી ઇમારતો અમદાવાદમાં ટૂંક સમયમાં જોવા મળશે. તેમાં અમદાવાદમાં હેબતપુર, ભાડજ, બોડકદેવ અને શીલજમાં 30 થી 33 માળની પાંચ બિલ્ડીંગ બનશે. 3 ઈમારતોને હાઈ રાઈઝ ઇમારતના બાંધકામની મંજુરી મળી છે. જેમાં ટાઉન પ્લાનિંગ કમિટીમાં મહત્વનો નિણર્ય લેવાયો છે. અગાઉ શહેરની 2 ઇમારતોને મંજૂરી મળી હતી.

વધુ પાંચ બિલ્ડિંગ 30 થી 33 માળ સુધી બનાવવા માટે મંજૂરી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા પશ્ચિમ ઝોનમાં તો વધુ પાંચ બિલ્ડિંગ 30 થી 33 માળ સુધી બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. જેમાં ટીપી સ્કીમ 40 હેબતપુર- ભાડજ, ટીપી સ્કીમ 50, બોડકદેવ અને ટીપી સ્કીમ 53 શીલજમાં 100 મીટરથી વધુ ઊંચાઈની બિલ્ડીંગ બનાવવા માટેની પરવાનગી આપવામાં આવી છે. આમ આ ત્રણ વિસ્તારમાં 30થી 33 માળ સુધીની ઇમારત બનાવવામાં આવશે.

અમદાવાદમાં હવે સ્કાય સ્ક્રેપર બિલ્ડીંગ માટેનો માર્ગ મોકળો

અગાઉ સિંધુભવન રોડ પર સોલાર રોડ પર અને શીલજ સાયન્સ સીટી રોડ પર 30થી વધુ માલની બિલ્ડિંગની પરમિશન આપવામાં આવી છે. આમ અમદાવાદમાં હવે સ્કાય સ્ક્રેપર બિલ્ડીંગ માટેનો માર્ગ મોકળો થયો છે. શહેરના સૌથી પોશ વિસ્તાર ગણાતા એવા સાયન્સ સિટી રોડ, એસજી હાઈવે રાજપથ ક્લબ પાસે અને શીલજ વિસ્તારમાં 33 માળની બિલ્ડિંગ બનાવવા માટે વિકાસ પરવાનગી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે. આજે મળેલી ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીમાં એસજી હાઈવે પર ગોતા, ચાંદલોડિયા, સોલા, કઠવાડા અને ફતેહવાડી સહિતની ત્રણ ડ્રાફ્ટ ટીપીને ફાઈનલ ટીપી માટે રાજ્ય સરકારમાં પરામર્શ માટે મોકલવામાં આવી છે.

Back to top button