ગુજરાત: સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો માટે ખુશખબર


- GSSSB વર્ગ-3ની પરીક્ષાની તારીખ જાહેર
- પરીક્ષા સંબંધિત સૂચનાઓ મંડળની વેબસાઇટ જોઇ શકાશે
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત કરાઇ
રાજ્યમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કન્યાન તાંત્રિક મદદનીશ વર્ગ-3 અને ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ-3 સંવર્ગની MCQ CBRT પદ્ધતિથી પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે.
જાણો ક્યારે લેવાશે પરીક્ષા
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 220/202324, કન્યાન તાંત્રિક મદદનીશ,વર્ગ-3 સંવર્ગની MCQ CBRT પદ્ધતિથી પરીક્ષા 25-03-2025નાં રોજ લેવામાં આવશે. જ્યારે ક્રમાંક 236/202425 ફાયરમેન કમ ડ્રાઈવર, વર્ગ-૩ સંવર્ગની MCQ CBRT પદ્ધતિથી પરીક્ષા 25-03-2025નાં રોજ લેવાનો નિર્ણય લીધો છે. આ પરીક્ષાનાં કાર્યક્રમ અને કોલ લેટર સંબંધિત સૂચનાઓ મંડળની વેબસાઇટ પર હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.
આ પણ વાંચો: અમદાવાદ: આસ્ટોડિયામાં રૂ.1.81 લાખના MD ડ્રગ્સ સાથે યુવકને ઝડપી લેવાયો