ફોટો સ્ટોરીમનોરંજન

શ્રેયા ધનવંતરીએ શેર કરી ઢગલાબંધ બોલ્ડ તસવીરો, ફેન્સે પૂછ્યું- એકાઉન્ટ હેક થયું શું?

Text To Speech

ફેમિલી મેન ફેમ શ્રેયા ધનવંતરીએ તેના ઝોયાના પાત્રથી ઘણી લોકપ્રિયતા મેળવી હતી. શ્રેણીમાં એક્શન અવતારમાં જોવા મળેલી શ્રેયા રિયલ લાઈફમાં ઘણી બોલ્ડ છે. તે અવારનવાર પોતાની હોટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. ત્યારે આજકાલ અભિનેત્રી શ્રેયા ધન્વન્તરી હોટ બીચ બેબ બની ગઈ છે. શ્રેયા ધનવંતરીએ એક પછી એક ધડાધડ તેના બિકીની ફોટા પોસ્ટ કર્યા છે. પરફેક્ટ ફિગરવાળી શ્રેયાની પોસ્ટ જોઈને લોકો ચોંકી ગયા છે.

શ્રેયાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો ફોટો શેર કર્યો છે. જેમાં તે બિકીની પહેરેલી જોવા મળી રહી છે. અભિનેત્રી આ બધા પોઝમાં સુંદર લાગી રહી છે. લેટેસ્ટ તસવીરમાં તમે તેને બ્લેક એન્ડ વ્હાઇટ ટુ-પીસમાં જોઈ શકો છો. તો કેટલાક ફોટોમાં તે પિંક બિકીનીમાં જોવા મળી રહી છે. શ્રેયાની પરફેક્ટ સ્માઈલ તેને વધુ સુંદર બનાવી રહી છે.

કેટલાક ફોટામાં તેણે બ્રેલેટ બિકીની ટોપ અને બ્લેક બોટમ્સ પહેર્યા છે. આ સાથે, તેણીએ તેના વાળ ખુલ્લા છોડી દીધા છે. આ ફોટોઝમાં તે તેના ટોન્ડ બોડીને ફ્લોન્ટ કરી રહી છે. એકસાથે આટલી બધી આવી બોલ્ડ તસવીરો જોઈને લોકો વિશ્વાસ નથી કરી રહ્યા. સોશિયલ મીડિયા પર લોકો પૂછી રહ્યા છે કે, શું એકાઉન્ટ હેક થયું છે?

આમ તો આ પહેલીવાર નથી જ્યારે શ્રેયા તેના બોલ્ડ અંદાજમાં જોવા મળી હોય. આ પહેલા પણ તે બ્લેક બિકીની પહેરીને સોશિયલ મીડિયા પર હંગામો મચાવી ચૂકી છે. આ સિવાય તેણે રેડ બિકીનીમાં તેની આકર્ષક સ્ટાઈલથી પણ ચાહકોનું દિલ જીતી લીધું છે. તેના ચાહકોને આ સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી હતી.

તમને જણાવી દઈએ કે શ્રેયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો શેર કરતી રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના લગભગ 5.5 લાખ ફોલોઅર્સ છે. જેના માટે તે અવારનવાર પોતાના હોટ અને બોલ્ડ ફોટા શેર કરતી રહે છે.

શ્રેયા ધનવંતરીએ વર્ષ 2009માં તેલુગુ ફિલ્મ જોશથી તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તેને બોલિવૂડમાં પહોંચવામાં 10 વર્ષ લાગ્યાં. તેણીએ વર્ષ 2019 માં ઇમરાન હાશ્મી સાથેની ફિલ્મ ‘વ્હાય ચીટ ઇન્ડિયા’ દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ પછી તેની ફિલ્મ લૂપ લેપેટા નેટફ્લિક્સ પર રિલીઝ થઈ. શ્રેયા લેડીઝ રૂમ, ધ ફેમિલી મેન, એ વાયરલ વેડિંગ, સ્કેમ 1992 અને મુંબઈ ડાયરીઝ 26/11 સહિતની ઘણી વેબ સિરીઝમાં જોવા મળી છે.

Back to top button