આ વર્ષે મંગળા ગૌરી વ્રતમાં શું હશે ખાસ?: જાણો તારીખ અને પૂજન વિધિ

- શ્રાવણમાં મંગળવારના દિવસે મંગળા ગૌરી વ્રત કરવામાં આવે છે
- આ વખતે શ્રાવણ મહિનાનો આરંભ 4 જુલાઇથી થઇ રહ્યો છે
- અધિક શ્રાવણ હોવાના કારણે આ વખતે 9 મંગળા ગૌરી વ્રત આવશે
ભગવાન શિવની ઉપાસના માટે શ્રાવણનો મહિનો શુભ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે જે વ્યક્તિ શ્રાવણના મહિનામાં ભગવાન શિવની સાચા દિલથી ઉપાસના કરે છે તેની તમામ મનોકામના પુર્ણ થાય છે. શ્રાવણના મહિનામાં માતા પાર્વતીની ઉપાસના કરવી પણ ઉત્તમ અને ફલદાયી ગણાય છે. શ્રાવણમાં મંગળવારના દિવસે માતા ગૌરીની પૂજા અર્ચના કરવામાં આવે છે, તેને મંગળા ગૌરી વ્રત કહેવાય છે.
આ વખતે શ્રાવણ મહિનાનો આરંભ 4 જુલાઇથી થઇ રહ્યો છે અને આ વર્ષે શ્રાવણ એક નહિ, પરંતુ પુરા 58 દિવસ ચાલશે. આ વર્ષે શ્રાવણ 31 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. આ વર્ષનું પહેલુ મંગળાગૌરી વ્રત 4 જુલાઇ મંગળવારના રોજ રાખવામાં આવશે. આ વખતે અધિક શ્રાવણ માસ હોવાના કારણે શ્રાવણ એક મહિનો વધુ રહેશે. આવો જાણીએ મંગળા ગૌરી વ્રતની તારીખ
શ્રાવણ મંગળા ગૌરી વ્રતની તારીખ
પહેલુ મંગળા ગૌરી વ્રતઃ 4 જુલાઇ, 2023
બીજુ મંગળા ગૌરી વ્રતઃ 11 જુલાઇ, 2023
ત્રીજુ મંગળા ગૌરી વ્રતઃ 18 જુલાઇ, 2023
ચોથુ મંગળા ગૌરી વ્રતઃ 25 જુલાઇ, 2023
અધિક શ્રાવણ હોવાના કારણે આ વર્ષે કુલ 9 મંગળા ગૌરી વ્રત થશે
પાંચમુ મંગળા ગૌરી વ્રતઃ 1 ઓગસ્ટ, 2023
છઠ્ઠુ મંગળા ગૌરી વ્રતઃ 8 ઓગસ્ટ, 2023
સાતમુ મંગળા ગૌરી વ્રતઃ 15 ઓગસ્ટ, 2023
આઠમુ મંગળા ગૌરી વ્રતઃ 22 ઓગસ્ટ, 2023
નવમુ મંગળા ગૌરી વ્રતઃ 29 ઓગસ્ટ, 2023
મંગળા ગૌરી વ્રતનું મહત્ત્વ
શાસ્ત્રો અનુસાર આ વ્રતને કરવાથી સૌભાગ્યવતી મહિલાઓને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસે માતા ગૌરીની પૂજા કરીને માતા ગૌરીની કથા સાંભળવી જોઇએ. જો કોઇ મહિલાની કુંડળીમાં વૈવાહિક જીવનની કોઇ સમસ્યા હોય તો આ વ્રત જરૂર કરવુ જોઇએ.
મંગળા ગૌરી વ્રતની પૂજા વિધિ
શ્રાવણના મહિનામાં મંગળવારના દિવસે સવારે વહેલા ઉઠો. બ્રહ્મ મુહુર્તમાં સ્નાનાદિ કર્યા બાદ ગુલાબી, નારંગી, પીળા અને લીલા રંગના સ્વચ્છ સુંદર વસ્ત્રો ધારણ કરો. ત્યારબાદ પૂજા સ્થાનને સારી રીતે સાફ કરો. પુર્વોત્તર દિશામાં ચોકી સ્થાપિત કરો અને લાલ કપડુ બિછાવો. માતા પાર્વતીની તસ્વીર સ્થાપિત કરો અને તેમને સોળ શણગારનો સામાન અર્પિત કરો. સાથે નારિયેળ, લવિંગ, સોપારી, મેવા, ઇલાઇચી અને મીઠાઇઓ ચઢાવો. ત્યારબાદ માં ગૌરીના વ્રતની કથા વાંચો અને તેમની આરતી ઉતારો. સાથે આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓને શ્રૃંગાર ભેટમાં આપો.
આ પણ વાંચોઃ ગદર-2 રીલીઝ પર મેકર્સે આપી ખાસ ઓફર, જાણો શું મળશે ટિકિટ પર