ગુજરાત: હવે સરકારી કચેરીઓમાં બહાના નહીં ચાલે, ઓફિસમાં મોડા પડ્યા તો રજા કપાશે


- ઓફિસમાંથી વહેલા જતાં કર્મચારીઓની રજા કપાશે
- મોડા આવવાની અથવા અનિયમિત હોવાની ઘણી ફરિયાદો મળી
- વહેલા ઘરે જતાં રહેતા કર્મચારીઓ માટે મહત્ત્વનો નિર્ણય
રાજ્યના સરકારી કર્મચારીઓને સમયસર ઓફિસ પહોંચવા અંગે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારી કર્મચારીઓનો હવે રોજ સવારે 10:40 સુધી કર્મચારીઓએ ઓફિસ પહોંચવાનું રહેશે. જ્યારે ઓફિસ છોડવાનો સમય સાંજે 6:10નો રહેશે.
હવે સરકારી કચેરીઓમાં બહાના નહીં ચાલે
હવે સરકારી કચેરીઓમાં બહાના નહીં ચાલે, ઓફિસમાં મોડા પડ્યા તો રજા કપાશે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા મોડા આવતાં અને વહેલા ઘરે જતાં રહેતા કર્મચારીઓ માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેમાં સવારે સમય કરતાં મોડા અને સાંજે વહેલા જતાં કર્મચારીઓની રજા કપાશે.
મોડા આવવાની અથવા અનિયમિત હોવાની ઘણી ફરિયાદો મળી
અગાઉ ગુજરાત સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સરકારી કચેરીઓમાં કર્મચારીઓના મોડા આવવાની અથવા અનિયમિત હોવાની ઘણી ફરિયાદો મળી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ગુજરાત મેડિકલ કાઉન્સિલનો મોટો નિર્ણય