

રાજ્યમાં દિવસેને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. અવારનવાર લોકો રખડતા ઢોરને લીધે અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ત્યારે ગત રોજ ગુજરાત હાઇકોર્ટે રખડતા ઢોર મામલે આકરું વલણ અપનાવ્યું છે. ત્યારે હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રાત દિવસ 24 કલાક AMCની ઢોર પાર્ટી સતત ત્રણ દિવસ ઢોર પકડવાનું કામ કરે તેવો આદેશ આપ્યો છે. ત્યારે હવે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પણ જાહેરનામું બહાર પાડ્યું છે. પોલીસ કમિશનરે જાહેર માર્ગ પર ઘાસચારો વેચતા લોકોને પકડવા આદેશ આપ્યો છે. આ ઉપરાંત રખડતી ગાયોને પકકડવામાં મદદ કરવાની પણ જવાબદારી સોંપી છે.
અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું
તેમ છતાં પણ જો કોઈ પીઆઈ ગાયો પકડવાની કામગીરીમાં જરા પણ નિષ્કાળજી રાખશે તો તેની સામે ગંભીર પ્રકારના શિક્ષણાત્મક પગલાં લેવાશે. કરેલા આદેશમાં જાહેરમાં ઘાસચારાનું વેચાણ કરતા લોકો સામે 26 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી ઝુંબેશ ચાલુ થશે. જેમાં જાહેરમાં ઘાસચારો વેચનાર સામે જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુનો નોંધવા સૂચના આપી છે. જ્યારે ડીસીપીને સુપરવિઝન કરવા આદેશ કરાયો છે.
26 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી ઝુંબેશ
પ્રસિદ્ધ કરેલા આદેશમાં જાહેરમાં ઘાસચારાનું વેચાણ કરતા લોકો સામે 26 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી ઝુંબેશ ચલાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુનો નોંધવાની પણ સૂચના અપાઇ છે. જ્યારે ડીસીપીને સુપરવિઝન કરવા આદેશ અપાયો છે. વધુમાં તમને જણાવી દઇએ કે જો કોઈ પીઆઈ ગાયો પકડવાની કામગીરીમાં નિષ્કાળજી રાખશે તો તેની સામે ગંભીર પ્રકારના શિક્ષણાત્મક પગલાં લેવાશે.
ઘાસચારો વેચનારા લોકોને પકડવાનો આદેશ જારી
મ્યુનિસિપલ ઢોર ત્રાસ અંકુશ વિભાગમાં એક ડીવાયએસપી સહિત 100 જેટલા પોલીસ-એસઆરપીના જવાનો કાફલો છે. જેમનું મુખ્ય કામ રોડ પરના ઢોર પકડવાનું છે. પોલીસ કમિશનરે ઘાસચારો વેચનારા લોકોને પકડવાનો આદેશ જારી કર્યો હતો. આ આદેશથી કેટલાક પીઆઈ, એસીપી અને ડીસીપીએ તેમના વિસ્તારમાં ગુરુવાર સાંજથી જ ઘાસચારો વેચનારાને પકડવાનું શરૂ કર્યું છે.