રાજ્યભરમાં ‘ગુજરાત સાંસ્કૃતિક વકતૃત્વ સ્પર્ધા’નો પ્રારંભ, પ્રથમ વિજેતાને એક લાખનું ઈનામ અપાશે

- પ્રથમ તબક્કાની કોલેજ કક્ષાની સ્પર્ધામાં તા.૦૫થી ૨૦ જાન્યુઆરી ૨૦૨૪ જયારે ઝોન કક્ષાની સ્પર્ધા તા.૨૧ થી તા. ૩૧ જાન્યુઆરી ૨૦૨૪ વચ્ચે યોજાશે
- રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂ. ૦૧ લાખ, દ્વિતીયને રૂ. ૭૧ હજાર જ્યારે તૃતીય ક્રમે આવનારને રૂ. ૫૧ હજારનો પુરસ્કાર આપવામાં આવશે
ગાંધીનગર, 06 જાન્યુઆરી: સત્ય સનાતન ભારતીય સંસ્કૃતિના મૂલ્યોના સંરક્ષણ, સંવર્ધન માટે યુવા પેઢી જાગૃત ચિંતન-મનન અને આચરણના પથ પર આગળ વધે તેવા ઉદેશથી રાજ્યની ઉચ્ચ શિક્ષણ કચેરીના રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ દ્વારા ‘સેવ કલ્ચર સેવ ભારત’ ફાઉન્ડેશનની પ્રેરણાથી તા. ૦૫ જાન્યુઆરી ૨૦૨૪થી રાજ્યભરમાં ‘ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા’નો શુભારંભ થયો છે. જેમાં પ્રથમ તબક્કાની કોલેજ કક્ષાની સ્પર્ધામાં તા.૦૫થી ૨૦ જાન્યુઆરી ૨૦૨૪ જયારે ઝોન કક્ષાની સ્પર્ધા તા.૨૧ થી તા. ૩૧ જાન્યુઆરી ૨૦૨૪ વચ્ચે યોજાશે. જ્યારે રાજ્યકક્ષાની સ્પર્ધાની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
વિકસિત ભારત ભવ્ય ભારત અને દિવ્ય ભારતના સંકલ્પ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે રાજ્યના સંસ્કૃતિપ્રેમી પ્રજાવત્સલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કોલેજના યુવા વિધાર્થીઓમાં ચારિત્ર્ય નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ અંગે જાગૃતિ લાવવા અને વકતૃત્વ-નેતૃત્વ કળાના ગુણોને વિક્સાવવા આ સ્પર્ધાનું મોટા પાયે આયોજન થવા જઈ રહ્યું છે.
સત્ય સનાતન ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને કોલેજના યુવા વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં અનુસરવા માટે પ્રેરિત થાય તે ઉદ્દેશ્યથી પ્રખર લેખક, ઇતિહાસવિદ અને સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનના સંસ્થાપક ઉદય માહુરકરજીની પેરણાથી આ સ્પર્ધામાં યોજવામાં આવી રહી છે.
- ત્રણ તબક્કામાં યોજાઇ રહેલ આ સ્પર્ધામાં રાષ્ટ્રીય સેવા યોજના સંલગ્ર ગુજરાત રાજ્યની તમામ કૉલેજોના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. પ્રથમ તબક્કામાં કોલેજ કક્ષાની, બીજા તબક્કામાં ઝોન કક્ષાની, ત્રીજા તબક્કામાં રાજ્ય કક્ષાની સ્પર્ધા યોજાશે.
પ્રથમ વિજેતાને એક લાખનું ઈનામ અપાશે
રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમાકે વિજેતા થનાર વિદ્યાર્થીને રૂ. ૧,00,000નો પુરસ્કાર અને બેસ્ટ સાંસ્કૃતિક સ્પીકર ઓફ ગુજરાતના” એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. દ્વિતીય ક્રમાંકે આવનાર વિદ્યાર્થીને રૂ. ૭૧,૦૦૦/-, તૃતીય ક્રમાંકે આવનાર વિદ્યાર્થીને રૂ. ૫૧,૦૦૦-નો પુરસ્કાર આપવામાં આવશે.
ઝોન કક્ષાએ વિજેતા થનાર વિદ્યાર્થીને સાસ્કૃતિક સ્પીકર ઓફ ગુજરાત’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. પ્રથમ ક્રમાકે આવનાર વિદ્યાર્થીને રૂ. ૧૧,૦૦૦, દ્વિતીય ક્રમાંકે આવનાર વિદ્યાર્થીને રૂ. ૭,૦૦૦/- તૃતીય ક્રમાકે આવનાર વિદ્યાર્થીને રૂ. ૫,૦૦૦/- નો પુરસ્કાર આપવામાં આવશે.
કોલેજ કક્ષાએ વિજેતા થનાર વિદ્યાર્થીને ‘બેસ્ટ સ્પીકર ઓફ કોલેજ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. પ્રથમ ક્રમાંકે આવનાર વિદ્યાર્થીને રૂ. ૫૦૧/-, દ્રિતીય ક્રમાંકે આવનાર વિદ્યાર્થીને રૂ. ૨૫૧/- તૃતીય ક્રમાંકે આવનાર વિદ્યાર્થીને રૂ. ૧૦૧/- નો પુરરકાર આપવામાં આવશે.
સ્પર્ધામાં ભાગ લેવા સંબંધિત કોલેજના એન.એસ.એસ.કોઓર્ડીનેટરનો સંપર્ક કરવો
પ્રથમ તબક્કાની કોલેજ કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે વિજેતા થનાર વિદ્યાર્થી ઝોન કક્ષાએ યોજાનારી સ્પર્ધામાં ભાગ લઇ શકશે. ઝોન કક્ષાની સ્પર્ધામાં આવેલ પ્રથમ ત્રણ વિજેતા રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઇ શકશે. ગુજરાત સાંસ્કૃતિક વક્તત્વ સ્પર્ધાના રજિસ્ટ્રેશન માટે અને વિશેષ માહિતી કોલેજના એન.એસ.એસ. કોઓર્ડીનેટરનો સંપર્ક કરવાનો રહેશે.
ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાના નિયમો આ મુજબ રહેશે
(૧) આ સ્પર્ધામાં વિદ્યાર્થીએ પાંચ મિનિટમાં વક્તવ્ય આપવાનું રહેશે.
(૨) સ્પર્ધકો પોતાનું વક્તવ્ય ગુજરાતી, હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં આપી શકશે.
(૩) પ્રથમ તબક્કો કોલેજ કક્ષાએ યોજાશે. દરેક કોલેજમાંથી ત્રણ વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવશે. પ્રથમ ક્રમે આવનાર વિજેતાને યુનિવર્સિટી કક્ષાએ આગળ ભાગ લેવા જવાનું રહેશે.
(૪) બીજો તબક્કો યુનિવર્સિટી કક્ષાએ યોજાશે. દરેક યુનિવર્સિટીમાંથી ટોચના ત્રણ વિજેતાઓ હશે. ત્રણ વિજેતાઓને રાજ્ય કક્ષાએ આગળ ભાગ લેવા જવાનું રહેશે.
(૫) અંતિમ તબક્કો ગુજરાત સ્તરે યોજાશે. રાજય કક્ષાએ ઉત્તીર્ણ થનાર વિધાર્થીને Best Speaker of Gujaratથી સન્માનિત કરવામાં આવશે અતિમ ચરણ ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ ખાતે યોજાશે.
(૬) કોલેજના કક્ષાની સ્પર્ધા માટેના નિર્ણાયકો કોલેજના આચાર્યએ નક્કી કરી ઝોનકક્ષાએ જાણ કરવાની રહેશે.
(૭) યુનિવર્સિટી ઝોન કક્ષાએ નિર્ણાયકો નક્કી કરી સ્પર્ધા યોજવાની રહેશે.
(૮) એક વિદ્યાર્થીએ કોઈપણ એક વિષય પસંદ કરવાનો રહેશે.
(૯) કોલેજ/ યુનિવર્સિટી કક્ષાની સ્પર્ધાની માહિતી ગૂગલ લીંક મોકલી આપવાની રહેશે https://forms.gle/jDzd2WZqgeGjHb9fA માં મોકલી આપવાની રહેશે.
- આ સ્પર્ધામાં પાંચ વિષયો આંતરિક મુદ્દાઓ સાથે આપવામાં આવ્યા છે. તેમાંથી કોઈ પણ એક વિષય ઉપર સ્પર્ધક પોતાનું વક્તવ્ય આપી શકશે.
૧. સ્વચ્છ સાયબર ભારત, પ્રસ્તાવના, ઓટીટી, સોશિયલ મીડિયા, ફિલ્મો અને બીજાં માધ્યમો દ્વારા મનોરંજનના નામે પ્રસારિત થતી અભદ્રતા, સ્વચ્છ સાયબર ભારતનું મહત્વ, સમાજ પર પડી રહેલી અસરો વિકૃતિઓના વાવ ખેડા સામે સમાજમાં મૂલ્યોની રક્ષાની તાતી આવશ્યકતા, ઉપસંહાર
૨. ચારિત્ર નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ, પ્રસ્તાવના, ચારિત્ર એટલે શું ?, ચારિત્ર નિમણિ માટે ક્યા ગુણો આત્મસાત કરવા પડે ?. યુવા જીવન બરબાદ કરનારા તત્વો, અશ્લીલ કાર્યક્રમોના સંપર્કમાં રહેવાના કારણે થઈ રહેલું નુકસાન, રાષ્ટ નિમણિમાં ચારિત્ર સંપન્ન યુવાનોની ભૂમિકા, ઉપસંહાર
૩. શીલ સંસ્કૃતિ અને સદાચાર રક્ષા, પ્રસ્તાવના, અર્થ, મહત્વ, ઉપયોગીતા, વર્તમાન સમયમાં શીલ સંસ્કૃતિ પરના પહારોના દાખલ, શીલ સંસ્કૃતિ પરના પ્રહારો અવોગ્ય તત્વો સરજતાથી કરી શકે છે તેન કારણો ઈતિહાસમા
શીલ સંસ્કૃતિની રક્ષા માટે ન્યોછાવર થઈ ગયેલા બલિદાનીઓની વાતો, જ્યાં સદાચારનું રક્ષણ નથી થતું ત્યાં બનતા ખરાબ બનાવનો ચિતાર, ઉપસંહાર
૪. વર્તમાન સમયની અનિવાર્યતા મૂલ્યશિક્ષણ, પ્રસ્તાવના, શિક્ષણ અને સંસ્કારોનો મનુષ્યના જીવન પર પ્રભાવ, મહાપુરુષો દ્વારા શિક્ષણની થયેલી સાચી વ્યાખ્યાઓ, ગુલામી અને આક્રમણ પહેલા ભારતની અસાધારણ શિક્ષણ વ્યવસ્થા, મૂલ્ય શિક્ષણ વગરની પરિસ્થિતિના ઉદાહરણો, ભારતીય પરંપરામાં આપવામાં આવતા સહજ મૂલ્યશિક્ષણ, વર્તમાન નવી શિક્ષણ નીતિ દ્વારા મૂલ્ય શિક્ષણને કેવી રીતે કેન્દ્રમાં લાવી શકાય ?, મૂલ્ય શિક્ષણ દ્વારા આવેલા પરિવર્તનના ઉદાહરણો, ઉપસંહાર,
૫. રાષ્ટ્રીય સેવા યોજના: એક ભારત – શ્રેષ્ઠ ભારત, પ્રસ્તાવના, રાષ્ટ્રીય સેવા યોજનાનું મહત્વ, શિક્ષણ સાથે રાષ્ટ્રીય સેવા યોજનાનું સંકલન, વર્તમાન રાષ્ટ્રીય સેવા યોજનાના મૂલ્યો, રાષ્ટ્રીય સેવા યોજનાની પ્રવૃત્તિ ચારિત્ર્ય ઘડતરમાં રાષ્ટ્રીય સેવા યોજનાનો ફાળો, ઉપસંહાર
- ગુજરાત સાંસ્કૃતિક વક્તત્વ સ્પર્ધામાં રાષ્ટ્રીય સેવા યોજના સંલગ્ન ગુજરાત રાજ્યની તમામ કોલેજોના વિદ્યાર્થીઓને ઉત્સાહસભર ભાગ લેવા માટે આહ્વાન કરવામાં આવે છે.
આ પણ વાંચો: સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમનું આયોજન, અહીંથી ફોર્મ મેળવી શકાશે