ડીસાનું ગૌરવ : ગુજરાત લેવલની બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં યુવાને મેળવ્યો ગોલ્ડ મેડલ


પાલનપુર : આજના આધુનિક યુગમાં દરેક લોકોને વિવિધ ક્ષેત્રમાં કંઈક અનોખું જ કરવાનો શોખ હોય છે. ત્યારે ડીસાના કલ્પેશ માળી નામના યુવકને પણ બોડી બિલ્ડીંગ માં ખૂબ જ રસ હતો. તે છેલ્લા ગણાય વર્ષોથી સતત કસરત કરી પ્રોટીનયુક્ત ખોરાક આરોગતો હતો. તેનું સપનું હતું કે, ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરે જેથી તાજેતરમાં જ આણંદ ખાતે યોજાયેલી ગુજરાત લેવલની બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં ડીસાના આ યુવાને ભાગ લીધો હતો. જેમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબરે આવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. જેથી તેનું ડીસામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ચાર વર્ષની મહેનત બાદ મારું સપનું પૂરું થયું
ડીસા શહેરના પાટણ હાઇવે ઉપર આવેલા શ્યામ બંગલોઝ ખાતે રહેતા કલ્પેશ કુંદનલાલ માળીને કસરતનો ખૂબ જ શોખ હતો સાથે સાથે પોતાની બોડીને પણ કઈ રીતે ફીટ રાખવી જેથી તેને ચંદ્રલોક રોડ ઉપર આવેલા ફિટનેસ વલ્ડ જીમ માં આજથી ચાર વર્ષ અગાઉ જવાની શરૂઆત કરી હતી. અને તેનું એક સપનું હતું કે, બોડી બિલ્ડિંગમાં તે શહેર અને સમાજનું નામ રોશન કરે જેથી તે દરરોજ નિયમિત કસરતની સાથે સાથે પ્રોટીન યુક્ત ખોરાક પણ લેતો હતો. અને તેનું એક સપનું હતું કે, ગુજરાત રાજ્યની બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ભાગ લે જેના માટે તે છેલ્લા દસ મહિનાથી સતત વર્કઆઉટ કરી રહ્યો હતો.
છેલ્લા બે મહિનાથી તે સતત પાંચ કલાક જેટલું વર્કઆઉટ કરવાની સાથે પ્રોટીન યુક્ત ખોરાક પણ આરોગતો હતો. ત્યારે તાજેતરમાં આણંદ ખાતે સમગ્ર ગુજરાત લેવલની બોડી બિલ્ડીંગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં ગુજરાતના વિવિધ શહેરોમાંથી 80 થી વધુ યુવાનો એ ભાગ લીધો હતો. જેમાં ડીસાના કમલેશ માળીએ પણ ભાગ લીધો હતો. અને ખૂબ જ સારું પરફોર્મન્સ આપી તેને સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરતા ગોલ્ડ મેડલ આપી તેનું સન્માન કરવામાં આવ્યું હતું. આ યુવાન ડીસા આવતા ફિટનેસ વર્લ્ડ પરિવાર તેના મિત્રો અને માળી સમાજ દ્વારા ભવ્ય તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ અંગે કલ્પેશ માળીએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી હું ગોલ્ડ મેડલની રાહ જોતો હતો. છેલ્લા દસ મહિનાથી સતત વર્કઆઉટ કરીને ગુજરાત લેવલની બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. હજુ પણ આગામી દિવસોમાં દેશ લેવલની સ્પર્ધાઓમાં ભાગ લઈ હજુ પણ વધુ મેડલો પ્રાપ્ત કરવાનો મારું સપનું છે.