મહારાષ્ટ્રમાં એક મહિલાએ ખેતરમાં અફીણની ખેતી કરી, પોલીસે જઈને ચેક કર્યું તો 66 છોડ મળી આવ્યા


પુણે, 15 માર્ચ 2025: મહારાષ્ટ્રના પુણેમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ ખેતીના નામ પર રોડના કિનારે અફીણની ખેતી શરુ કરી દીધી હતી. જ્યારે તેની જાણ પોલીસને થઈ તો તમામ લોકો ચોંકી ગયા. તાત્કાલિક પોલીસે ખેતરમાં દરોડા પાડ્યા અને કાર્યવાહી કરી, જેમાં આખું ખેતર અફીણથી ભરેલું હતું.
પોલીસે દરોડા દરમ્યાન અફીણના પાકને જપ્ત કર્યો અને ખેતી કરનારી મહિલાની પણ ધરપકડ કરી છે. આખો મામલો પુણેના આલંદીમાં રોડ કિનારે આવેલા ખેતરનો છે. આલંદી મ્હાતોબા ગામ વિસ્તારમાં અફીણની ખેતી થતી હતી. લોની કાલભોર પોલીસે મહિલા વિરુદ્ધ નશીલા પદાર્થની ખેતી કરવાનો કેસ નોંધી લીધો છે.
લોની કાલભોર પોલીસને સૂચના મળતા જ આલંદી મ્હાતોબામાં રોડ કિનારાની જમીન પર અફીણની ખેતી થઈ રહી હતી. તેના પર પોલીસ સ્થળ પર જઈને દરોડા પાડ્યા તો ત્યાં 66 અફીણના છોડ લગાવેલા હતા. આ મામલામાં લોની કાલભોર પોલીસ સ્ટેશનમાં અમરાઈ વરતી (ઉંમર 45 વર્ષ) વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે. આ અગાઉ લોની કાલભોર વિસ્તારમાં અફીણાન ઉત્પાદકો વિરુદ્ધ કાર્યવાહી થયેલી છે.
લાઈસન્સ વિના કોઈ અફીણની ખેતી કરી શકે નહીં
અફીણની ખેતી કરવા માટે સરકાર પાસેથી લાઈસન્સ લેવાનું હોય છે. જો કોઈ વ્યક્તિ લાઈસન્સ વિના તેનો એક પણ છોડ ઉગાડે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય છે. અફીણની ખેતી માટે લાઈસન્સ સરકાર તરફથી આપવામાં આવે એછ. અફીણનો ઉપયોગ કેટલાય પ્રકારના દવા બનાવવા માટે પણ થાય છે. પણ મોટા ભાગે તેનો ઉપયોગ નશો કરવા માટે થાય છે. એટલા માટે તેની ખેતી ફક્ત સરકારી લાઈસન્સ લઈને જ કરી શકાય છે. લાઈસન્સ વિના જો તેની ખેતી કરવામાં આવે તો ગુન્હો બને છે, અને તેના માટે આકરી સજાની પણ જોગવાઈ છે.
આ પણ વાંચો: GOOD NEWS: રોહિત શર્મા પર BCCIએ લીધો મોટો નિર્ણય, ક્રિકેટના ચાહકો જાણીને ખુશ થઈ જશે