સુરતમાં થતી ડ્રગ્સની હેરાફેરીનું મુંબઈ કનેક્શન


સુરતમાં એમડી ડ્રગ્સનો જથ્થો પૂરો પાડનાર મુંબઈના પેડલર્સને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે પાંડેસરા બમરોલી રોડ પાસેથી 1 કરોડ 79 લાખનો 1 કિલો 90 ગ્રામ ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો હતો.તેમજ અમરોલી કોસાડ આવાસ પાસેથી 2 કરોડ 10 લાખથી વધુની કિંમતનું 2 કિલો 106 ગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ ડ્રગ્સ સાથે તેની હેરાફેરી કરનારા ડ્રગ્સ પેડલરોને પણ પોલીસે ઝડપ્યા હતા.ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવ્યા તે દિશામાં પોલીસે પૂછપરછ કરી હતી.જેમાં આ ડ્રગ્સ મુંબઈથી લાવ્યાનું બહાર આવતા પોલીસે મુંબઈના વસઈ તેમજ મારા ભાયન્દરમાંથી અનિકેત સિન્ધુ, સંજય કુમાર કેલાસ ચંદ્રપાલ, વાસિફ અબ્દુલ હામિદ ચૌધરી, ફૈસલ અબ્દુલ મોમીને ઝડપી લીધા છે..
મુંબઈથી સુરત કેવી રીતે થતી હેરાફેરી ?
વાસિફ અને ફૈસલ બાળપણથી મિત્રો છે.તેઓ ડ્રગ્સનું વેચાણ કરે છે.તેઓ સુરતમાં આવેલા કૈલાસ કેટરિંગમાં કામ કરતા હતા. અહીં, વાસિફ, ફૈસલ સાથે અનિકેત શિંદે અને ચંદનનો પરિચય થયો હતો..જેથી, તે લોકોએ પણ ડ્રગ્સ વેચવાનું શરૂ કર્યું હતું. મુંબઈથી વાસિફ ડ્રગ્સનો જથ્તો અનિકેતને આપતો હતો. અનિકેત આ ડ્રગ્સ સંજય પાલને આપતો હતો. અનિકેત અથવા સંજય ડ્રગ્સનો જથ્થો સુરતમાં ચંદન શર્માને પહોંચાડતા હતા. ચંદન મુંબઈથી મોકલાવેલું ડ્રગ્સ મુબારકને આપતો હતો. મુબારક આ ડ્રગ્સનું વેચાણ અન્ય લોકોને કરતો હતો. આ રીતે મુંબઈથી સુરત ડ્રગ્સની હેરાફેરીનું આખું નેટવર્ક ચાલતું હતું.