

કેટરિના કૈફ અને તેના પતિ વિક્કી કૌશલને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. એક વ્યક્તિ સોશિયલ મીડિયા પર સ્ટાર કપલને સતત ધમકી આપી રહ્યો હતો. પોલીસે હવે ધમકી આપનાર વ્યક્તિને શોધી કાઢ્યો છે અને તેને પણ પોતાની કસ્ટડીમાં લઈ લીધો છે.
ક્રેઝી ફ્રેન્ડે આપી હતી ધમકી
મળતી માહિતી અનુસાર મુંબઈ પોલીસે મનવિંદર સિંહ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. મનવિંદર વ્યવસાયે સ્ટ્રગલિંગ એક્ટર છે. જણાવવામાં આવી રહ્યું છે કે, મનવિંદર સિંહ બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફનો મોટો ફેન છે. તે કેટરિના સાથે લગ્ન કરવા માંગતો હતો. એટલા માટે છેલ્લા કેટલાક મહિનાઓથી તે સોશિયલ મીડિયા પર કેટરિના અને વિક્કી કૌશલને સતત હેરાન કરી રહ્યો હતો. કેટરીના અને વિક્કીને ધમકી આપનાર આરોપી મુંબઈમાં રહે છે. પોલીસે આજે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આ વ્યક્તિની પૂછપરછ હાથ ધરી છે.
ફેન્સનું ફેવરિટ કપલ કેટરીના-વિક્કી
કેટરિના અને વિક્કીની વાત કરીએ તો બંને ફેન્સના ફેવરિટ કપલ છે. કેટરીના હાલમાં જ તેના પતિ અને નજીકના મિત્રો સાથે માલદીવમાં પોતાનો જન્મદિવસ ઉજવીને પરત ફરી છે. કેટરિના અને વિક્કી તેમની સિઝલિંગ કેમિસ્ટ્રીથી ચાહકોને કપલ ગોલ આપે છે. સ્ટાર કપલને ધમકી મળતા જ બંનેના ચાહકો ટેન્શનમાં આવી ગયા હતા.
કેટરિના કૈફ અને વિક્કી કૌશલના વર્કફ્રન્ટ પર નજર કરીએ તો બંનેની ઘણી ફિલ્મો પાઇપલાઇનમાં છે. કેટરીનાની આગામી ફિલ્મોમાં મેરી ક્રિસમસ, ટાઈગર 3, ફોન ભૂત, જી લે ઝરાનો સમાવેશ થાય છે. બીજી તરફ, વિકી કૌશલની ગોવિંદા નામ મેરા, ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી રિલીઝ થશે.