ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહારાષ્ટ્રના થાણેમાં સરકારી અધિકારીના પુત્રએ પ્રેમિકા પર કાર ચડાવી દીધી, જાણો પછી શું થયો ખુલાસો

થાણે, 16 ડિસેમ્બર: મહારાષ્ટ્રના થાણેમાં રુવાટા ઉભા કરી નાખે એવી ઘટના પ્રકાશમાં આવી છે. એક યુવાને તેની 26 વર્ષીય ગર્લફ્રેન્ડને કાર વડે મારી નાખવાનો પ્રયાસ કર્યો છે. યુવતી ગંભીર રીતે યુવાનની કારથી ઘાયલ થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી એક વરિષ્ઠ સરકારી અધિકારીનો પુત્ર છે. મહિલા પ્રિયા સિંહે દર્દનાક ઘટના સંભળાવી, કેવી રીતે ઝઘડો થયો અને તેના બોયફ્રેન્ડે તેને માર માર્યો અને તેનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો. આટલું જ નહી પછી તેણે તેના ડ્રાઈવરને મહિલાને કચડી નાખવાનું કહ્યું હતું.

ઘટના ક્યાં અને કેવી રીતે બની ? 

આ ઘટના સોમવારે થાણેની એક હોટલ પાસે બની હતી અને પોલીસે મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર અનિલ ગાયકવાડના પુત્ર અશ્વજીત ગાયકવાડ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પ્રિયા કહે છે કે મંગળવારે સવારે 4 વાગે તેને અશ્વજીતનો ફોન આવ્યો અને તેણે ફેમિલી ફંક્શનમાં હાજરી આપવા કહ્યું. તે લગભગ 5 વર્ષથી અશ્વજીત સાથે રિલેશનશિપમાં છે.

તેણીએ કહ્યું કે જ્યારે હું ત્યાં પહોંચી ત્યારે હું કેટલાક મિત્રોને મળી અને જોયું કે મારો બોયફ્રેન્ડ વિચિત્ર વર્તન કરી રહ્યો હતો તેથી મેં તેને પૂછ્યું કે શું બધું બરાબર છે. આ પછી તેણે મારી સાથે એકલામાં વાત કરવાનો આગ્રહ કર્યો.”

પ્રિયા ફંક્શનમાંથી બહાર આવી અને અશ્વજીત તેની સાથે વાત કરે અને ટેન્શન ઓછું કરવાની આશા રાખી તેની રાહ જોતી હતી, પરંતુ તે તેના મિત્રો સાથે બહાર આવ્યો અને તેની સાથે ખરાબ વર્તન કરવા લાગ્યો.

ફંક્શનમાંથી બહાર આવ્યા બાદ બોયફ્રેન્ડે શું કર્યું ?

યુવતીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે મારા બોયફ્રેન્ડે અને તેના મિત્રોએ મારી સાથે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો, જેના પર મેં મારા બોયફ્રેન્ડને મારી સુરક્ષા કરવા અને દુર્વ્યવહાર ન કરવા કહ્યું હતું. તે પછી, મેં કલ્પના કરી હતી તેના કરતાં કંઈક અલગ થયું. મારા બોયફ્રેન્ડે મને થપ્પડ મારી અને મારું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો. મેં તેને ખૂબ જ મુશ્કેલીથી દૂર ધકેલી દેવાનો પ્રયાસ કર્યો. મને માર મારવામાં આવ્યો, મારા વાળ ખેંચવા લાગ્યા અને તેના મિત્રએ અચાનક મને જમીન પર પાડી દીધી.

પોલીસે કહ્યું કે મામલો અહીં પૂરો નથી થતો. જ્યારે તેણીએ તેની કારમાંથી ફોન અને અન્ય વસ્તુઓ કાઢવાનો પ્રયાસ કર્યો ત્યારે અશ્વજીતે તેના ડ્રાઈવરને તેને કચડી નાખવા કહ્યું.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના સવારે 4.30 વાગ્યે ઘોડબંદર રોડ પરની એક હોટલ પાસે બની હતી, જ્યાં મહિલા અશ્વજીત ગાયકવાડને મળવા ગઈ હતી. બંને વચ્ચે બોલાચાલી થઈ. પીડિતા જ્યારે પોતાનો સામાન ઉપાડીને કારમાંથી બહાર નીકળવા લાગી ત્યારે તેને વાહનથી કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેના કારણે તે પડી ગઈ અને ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ.

 

View this post on Instagram

 

A post shared by PRIYA SINGH (@priyasingh_official)

પ્રિયા અડધો કલાક રોડ પર પડી રહી

પ્રિયા દાવો કરે છે કે જ્યાં સુધી કોઈ રાહદારીએ તેની મદદ ન કરી ત્યાં સુધી તે લગભગ અડધો કલાક સુધી પીડાથી રડતી રસ્તે પડી રહી. તે મદદ માટે બીજા કોઈને ફોન કરી શકી ન હતી કારણ કે અશ્વજીતે તેનો કોલ રીટર્ન કર્યો ન હતો. મહિલાને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેની હાલમાં સારવાર ચાલી રહી છે.

અશ્વજીત ગાયકવાડે ખુલાસો કર્યો

સૂત્રોના જણાવ્યા અનુસાર અશ્વજીત ગાયકવાડે પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો છે. જેમાં અશ્વજીતે કહ્યું કે પ્રિયા સિંહે લગાવેલા આરોપ ખોટા છે. અમે બંને માત્ર મિત્રો હતા. અશ્વજીતે કહ્યું કે પ્રિયા તે હોટલમાં નશામાં આવી હતી. હું ત્યાં એક ફેમિલી ફંક્શનમાં હાજરી આપવા ગયો હતો. ત્યાં પહોંચ્યા બાદ પ્રિયાએ તેના પર વાત કરવા માટે દબાણ કરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. જ્યારે મેં ના પાડી તો તે અપશબ્દો બોલવા લાગી હતી.

આ પણ વાંચો: ‘તુઝસે નારાઝ નહીં ઝિંદગી’ ગીત ગાનાર અનુપ ઘોષાલે 77 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા

Back to top button