અમદાવાદઃ 22% કેન્સર મોતમાં તમાકુ જવાબદાર પરિબળ; વિશ્વ કેન્સર દિવસ 2025ની ઉજવણી નિમિત્તે વિશેષ આયોજન


1 ફેબ્રુઆરી 2025 અમદાવાદ; સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ઓડિટોરીયમ હોલમાં વિશ્વ કેન્સર દિવસ-2025ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સટિટ્યૂટનાં ડાયરેકટર શશાંક પંડયા, ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, સિવિલ હોસ્પિટલના નામાંકિક ડોક્ટરો તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેનો મુખ્ય હેતુ કેન્સર હીરોઝ પોતાની લાઇફમાં કેવી રીતે લડત આપીને જીત્યા, અને કેન્સર જેવી ગંભીર બીમારીને હરાવી આજે આત્મ નિર્ભર બન્યા છે.
વિશ્વ કેન્સર દિવસ ઉજવવાની શરૂઆત વર્ષ 1993માં થઈ
ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સટિટ્યૂટ ડાયરેક્ટર શશાંક પંડ્યાએ માહિતી આપતા જણાવ્યું હતું કે વિશ્વમાં 04 ફેબ્રુઆરીના દિવસે વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે. કેન્સરથી બચાવ અને તેના પ્રત્યે જાગરૂકતા લાવવાના ઉદ્દેશથી વિશ્વ કેન્સર દિવસ ઉજવવાની શરૂઆત વર્ષ 1993માં કરવામાં આવી હતી. વિશ્વ કેન્સર દિવસની થીમ આઇ એમ એન્ડ આઇ વીલ રાખવામાં આવી છે. આ થીમ 2019 થી 2021 સુધી રાખવામાં આવી છે, જે આ વર્ષે પણ યથાવત છે. સૌ પ્રથમ વિશ્વ કેન્સર દિવસ વર્ષ 1993માં જિનેવા, સ્વિટ્ઝરલેન્ડમાં યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ (UICC)દ્વારા ઉજવવામાં આવ્યો હતો.
કેન્સરની જાણ બાયોપ્સી નામના ટેસ્ટ પરથી થાય છે
વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે કેન્સરના જોખમો વિશે સામાન્ય લોકોને જાગરૂક કરવા અને તેના લક્ષણ અને બચાવની માહિતી આપવાના ઉદ્દેશથી વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે. આજે કેન્સરને અસાધ્ય કહેવું ખોટું હશે પણ કેન્સરથી થનાર નુકશાન કેટલીક વાર સામાન્ય વ્યક્તિનું જીવન સમાપ્ત કરી નાખે છે. કેન્સરની જાણ બાયોપ્સી નામના ટેસ્ટ પરથી થાય છે.
22% કેન્સર મોતમાં તમાકુ જવાબદાર પરિબળ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જણાવ્યું છે કે, તંબાકુના ઉપયોગ કેન્સરનું સૌથી મહત્વપૂર્ણ જોખમી પાસુ છે અને લગભગ 22% કેન્સરથી થનાર મોત માટે જવાબદાર છે. કેન્સરના પ્રકાર આમ તો કેન્સર ઘણા પ્રકારના હોય છે, પરંતુ જે સૌથી વધુ સામે આવે છે તેમાં સ્તન કેન્સર, સર્વાઇકલ કેન્સર, પેટનું કેન્સર, બ્લડ કેન્સર, ગળાનું કેન્સર, ગર્ભાશયનું કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, મસ્તિષ્કનું કેન્સર, લિવસનું કેન્સર, બોન કેન્સર, મોઠાનું કેન્સર અને ફેંફસાના કેન્સરનો સમાવેશ થાય છે.