ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવિશેષ

અમદાવાદની ફાર્માસ્યુટિકલ કંપનીમાં ITના દરોડા, કોઈ મોટા રાજકારણીની સંડોવણીના ભેદભરમ!

Text To Speech
  • રાજ્યના ટોચના નેતા સાથે સંલગ્ન ફાર્માસ્યુટિકલ કંપનીમાં IT ના દરોડા
  • CBDTના આદેશ બાદ દેશભરમાં સર્ચ
  • મુંબઈમાં થયેલી તપાસનું પગેરૂ અમદાવાદ-ગાંધીનગર ખુલ્યું હતું

અમદાવાદ 07 નવેમ્બર : સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) નવી દિલ્હી દ્વારા દેશભરમાં કરચોરો સામે કડક કાર્યવાહી કરવાના મળેલા આદેશ અનુસાર દેશના અનેક રાજ્યોમાં થોડા દિવસ પહેલાં મોટાપાયે તપાસ થઈ હતી. જેમાં મુંબઈમાં હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન તેનું પગેરૂ અમદાવાદ અને ગાંધીનગરમાં ટોચના એક રાજકારણી સાથે સંકળાયેલા ફાર્માસ્યુટિકલ કંપનીના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે ખુલ્યું હતું. જેથી આવકવેરા વિભાગ દ્વારા પ્રહલાદનગર અને કોર્પોરેટ રોડ ખાતે આવેલી ઓફિસ પર સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું.

કોર્પોરેશનના પદાધિકારીઓને ત્યાં પણ દરોડા

સાથે જ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આવકવેરા વિભાગ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક મોટા ગજાના પદાધિકારીના ઘરે તેમજ એક પૂર્વ કોર્પોરેટરને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. તે ત્યાં ક્યાં કારણોસર દરોડા પાડવામાં આવ્યા હતા તેને હજુ કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી. જ્યારે આ દરોડાની કામગીરી હાલ પૂરતી શહેરમાં હોટ ટોપીક બની ગઈ છે. પરંતુ સત્તાવાર રીતે હજુ સુધી કોઈ મોં ખોલવા તૈયાર નથી.

મોટા નેતાને ત્યાં આઇટી ત્રાટકે ખરી ?

આ બાબતે અંગત સૂત્રોએ જણાવ્યું હતું કે જ્યાં દરોડા પાડવામાં આવ્યા છે તે કંપનીના માલીક રાજ્યના એક મોટા નેતાની નજીકના ગણવામાં આવી રહ્યા છે. જો કે તેઓને આ અંગે ખબર નથી કે પછી તેવો પોતાનું નામ બહાર પાડવા નથી માંગતા તે અંગે સ્પષ્ટતા થઈ નથી પરંતુ હજુ સુધી તેમના દ્વારા કોઈ પ્રતિક્રિયા બહાર આવી નથી, જેથી આ રેડ અંગે ઘણું સસ્પેન્સ જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો : 9 ટન રાહત સામગ્રી લઈને ભારતીય સેનાનું વિમાન ભૂકંપગ્રસ્ત નેપાળ પહોંચ્યું

Back to top button