નેશનલ

મહારાષ્ટ્રના રાજકીય સંકટ સંદર્ભમાં સુનાવણી પૂર્ણ, 5 જજોની બેંચે ચુકાદો અનામત રાખ્યો

Text To Speech

મહારાષ્ટ્રના રાજકીય સંકટના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેંચે હરીફ પક્ષો ઉદ્ધવ ઠાકરે અને મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓની સુનાવણી પૂર્ણ કરી છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે અરજીઓના બેચ પરના આદેશો અનામત રાખ્યા છે.

પાંચ જજોની બેંચમાં કોણ કોણ છે ?

મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બેંચે ઉદ્ધવ અને શિંદે બંને પક્ષો અને રાજ્યપાલ કાર્યાલયની દલીલો સાંભળ્યા પછી ચુકાદો અનામત રાખ્યો હતો. જસ્ટિસ એમઆર શાહ, જસ્ટિસ કૃષ્ણ મુરારી, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બનેલી બેંચે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી, દેવદત્ત કામત અને એડવોકેટ અમિત આનંદ તિવારીની દલીલો સાંભળ્યા બાદ સુનાવણી પૂરી કરી હતી.

ક્યાં પક્ષ વતી કોણે દલીલ પૂર્ણ કરી ?

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળના જૂથ તરફથી વરિષ્ઠ વકીલ નિરજ કિશન કૌલ, હરીશ સાલ્વે, મહેશ જેઠમલાણી અને વકીલ અભિકલ્પ પ્રતાપ સિંહની દલીલો પણ સાંભળી હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ મામલે રાજ્યપાલ કાર્યાલયનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

નવ દિવસની સુનાવણી બાદ ચુકાદો અનામત

પાંચ જજોની બંધારણીય બેન્ચે નવ દિવસની સુનાવણી બાદ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ અરજીઓ પર સુનાવણી 21 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી. અગાઉ 17 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં જૂન 2022માં સર્જાયેલી રાજકીય કટોકટી સંબંધિત અરજીઓને સાત જજોની બેન્ચને મોકલવાનો ઇનકાર કર્યો હતો. આમાં, 2016 નાબામ રેબિયાના નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરવામાં આવી હતી.

Back to top button