DDAએ ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા કામદારોને બચાવનાર રેટ માઇનર્સનું ઘર તોડી પાડ્યું

નવી દિલ્હી, 29 ફેબ્રુઆરી : દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (DDA) દ્વારા ડિમોલિશન અભિયાન(Demolition campaign) દરમિયાન, ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા કામદારોને બચાવનાર રેટ માઇનર્સનું(Rat Miners) ઘર તોડી પાડ્યું હતું. ગયા વર્ષે ઉત્તરાખંડમાં ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં(Silkyara Tunnel of Uttarkashi) ફસાયેલા 41 કામદારોના જીવ બચાવનારા લોકોમાંના એક હતા. DDA એ બુધવારે ખજુરી ખાસમાં ઘણા મકાનો તોડી પાડ્યા હતા, જે દરમિયાન રેટ માઇનર્સ વકીલ હસનને પણ બેઘર કરવામાં આવ્યા હતા. એક વીડિયો સંદેશમાં હસને સત્તાવાળાઓ પર કોઈપણ સૂચના વિના તેનું ઘર તોડી પાડવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે મારું ઘર એક જ વસ્તુ હતું જે મેં ઈનામ તરીકે (ઉત્તરાખંડ બચાવ કામગીરી માટે) માંગ્યું હતું, પરંતુ ડીડીએએ કોઈ સૂચના આપ્યા વિના મારું ઘર તોડી પાડ્યું.
વકીલ હસને કહ્યું કે સરકારે તેમને ખાતરી આપી હતી કે તેમના ઘરને સ્પર્શ કરવામાં આવશે નહીં, પરંતુ તેમ છતાં તેને તોડી પાડવામાં આવ્યું હતું. વીડિયોમાં, તેમની સાથે બચાવ કામગીરીના અન્ય સભ્ય મુન્ના કુરેશી હતા, જેમણે આરોપ મૂક્યો હતો કે ઘટના દરમિયાન પોલીસ દ્વારા તેમની પર નિર્દયતા કરવામાં આવી હતી. તેમણે પોલીસ પર હસનના સગીર બાળકોને પોલીસ સ્ટેશન લાવીને માર મારવાનો પણ આરોપ લગાવ્યો છે.
ડીડીએ દ્વારા રેટ માઇનર્સના ઘર પર અતિક્રમણની કાર્યવાહી કર્યા બાદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ આ મુદ્દે સરકારની ટીકા કરતો એક વીડિયો શેર કર્યો છે.આ વીડિયોમાં વકીલ હસનની પત્ની ભાવુક થઈને કહી રહી છે કે તેમના પતિ ઉત્તરકાશીના હીરો હતા, તેમણે 41 મજૂરોના જીવ બચાવ્યા હતા. બધા તેમને માન આપતા હતા, આજે એ સન્માનના બદલામાં તેમણે મારું ઘર લીધું. મોદીજી હાથ જોડીને કહે છે – સબકા સાથ, સબકા વિકાસ, ક્યાં છે આપણો વિકાસ? તેઓએ આવીને બાળકોને માર માર્યો, તેમને બહાર ફેંકી દીધા અને ઘર તોડ્યું. હસનની પત્નીએ વધુમાં કહ્યું કે, બધાને લઈ જઈને પોલીસ સ્ટેશનમાં બંધ કરી દેવામાં આવ્યા હતા,
આ છે ભાજપનો ‘અન્યાય’
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે વકીલ હસને પોતાનો જીવ જોખમમાં મૂકીને ઉત્તરકાશી સુરંગમાં ફસાયેલા મજૂરોનો જીવ બચાવ્યો હતો. ત્યારે પોતાના પ્રચાર માટે ભાજપના મોટા નેતાઓએ તેમની સાથે તસવીરો ક્લિક કરાવી હતી. ઝુંબેશ પૂરી થઈ ગઈ હતી ત્યારે આજે એ જ વકીલ હસનને પોલીસ સ્ટેશનમાં બંધ કરવામાં આવ્યા છે. ઘર તોડી નાખવામાં આવ્યું, તેના બાળકોના માથા પરથી છત છીનવાઈ ગઈ. ગરીબોના ઘરો તોડી નાખ્યા, કચડી નાખ્યા, તેમની સાથે અત્યાચાર કરી અને અપમાનિત કર્યા છે. આ અન્યાય ભાજપના વિકાસનું સત્ય છે. જનતા આ અન્યાયનો ચોક્કસ જવાબ આપશે.
“मेरे हसबैंड तो हीरो थे उत्तरकाशी के… 41 लोगों की जान बचाई थी उन्होंने… सब उन्हें सम्मान दे रहे थे। आज उस सम्मान के बदले मेरा मकान ले लिया!”
वकील हसन ने अपनी जान जोखिम में डालकर उत्तरकाशी सुरंग में फंसे मजदूरों की जान बचाई थी। तब अपने प्रचार के लिए भाजपा के बड़े-बड़े नेताओं… pic.twitter.com/7exJnU5F9f
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) February 29, 2024
કોંગ્રેસના સાંસદ ઈમરાન પ્રતાપગઢીએ ડીડીએ પર સવાલ ઉઠાવતા સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે ગત વર્ષે ઉત્તરકાશીમાં ફસાયેલા 41 લોકોના જીવ બચાવનાર વકીલ હસનને ઈનામ આપવાને બદલે તેમના ઘરને બુલડોઝ કરીને તોડી પાડવામાં આવ્યું હતું, પીએમ મોદીને ટેગ કરતાં કોંગ્રેસ નેતાએ સવાલ પૂછ્યો કે, મોદીજી, દિલ્હીમાં જે થઈ રહ્યું છે તેના પર તમારી મૌન સંમતિ ગણવી જોઈએ?
એજન્સીઓ દિલ્હીને બરબાદ કરી રહી છે.
દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે આ મામલે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે છેલ્લા દોઢ વર્ષમાં DDA, ASI, LNDO અને રેલવે જેવી કેન્દ્રીય એજન્સીઓએ દિલ્હીમાં 3 લાખથી વધુ લોકોને બેઘર બનાવ્યા છે. પુનર્વસનની કોઈ યોજના ન હોવાને કારણે તેઓ ખુલ્લેઆમ કોર્ટમાં પણ રઝળી રહ્યા છે. બેઘર લોકો ફૂટપાથ, ફ્લાયઓવર અને નાઈટ શેલ્ટર પર આશ્રય લેતા જોઈ શકાય છે. આ રીતે ભાજપ નિયંત્રિત એજન્સીઓ દિલ્હી શહેરને બરબાદ કરી રહી છે.
‘આવાસ યોજના હેઠળ મકાનો આપશે’
આ મામલે બીજેપી નેતા મનોજ તિવારીએ કહ્યું કે તેમના ઘરને લઈને કેટલીક કાનૂની સમસ્યાઓ હતી. અમે તેની ચર્ચા કરી છે અને અમેતેમને આવાસ યોજના હેઠળ મકાન આપવા અંગે વિચારણા કરી રહ્યા છીએ.