અમેરિકાની લાંચની તપાસને લીધે ફિચે અદાણીને નેગેટીવ આઉટલૂક આપ્યુ


મુંબઇ, 11 માર્ચઃ અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમીટેડ સામે હાલમાં કોર્પોરેટ ગવર્નન્સ અને હાલમાં ચાલી રહેલી તપાસને કારણે સંભવિત જોખમ સામે ફિચ રેટિંગ્સે નેગેટીવ આઉટલૂક આપ્યુ છે. અમેરિકા દ્વારા ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી અને અદાણીના ટોચના અધિકારીઓ દ્વારા ભારતીય વીજ કોન્ટ્રેક્ટ્સ મેળવવા માટે 265 મિલીયન ડોલરની લાંચ આપવા બદલ અને અમેરિકન રોકાણકારોને ભંડોળ ઊભુ કરતી વખતે ગેરમાર્ગે દોરવા બદલ અને આ પ્રવૃત્તિને તદ્દન પાયાવિહોણી દર્શાવતા આ પગલું ઉઠાવવામાં આવ્યુ છે.
અદાણી સામે અમેરિકાની તપાસમાં સામે આવેલા વિપરીત તારણો ગવર્નન્સ ધોરણોને નબળા પાડી શકે છે અને નજીકથી ભવિષ્યના ગાળામાં કંપનીના રેટિંગને ઘટાડવા માટેનું કારણ છે એમ ફિચે તાજેતરમાં જણાવ્યું હતું. વધુમાં જો તપાસને કારણે દંડ, નિયંત્રણો અને માર્કેટનો વિશ્વાસ ગુમાવે તો પણ તેના રેટિંગમાં ઘટાડો કરી શકે છે.
ફિચે કંપનીને તેને ‘રેટિંગ વોચ નેગેટીવ’ યાદીમાંથી અદાણી એનર્જીને એમ કહેતા દૂર કરી છે કે તેની તરલતા સામે જોખમ છે અને ફંડીગમાં ઘટાડો થયો છે અને લાંબા ગાળાના ફોરેન અને લોકલ કરન્સી ઇસ્યુઅર ડીફોલ્ટ રેટિંગ્સને ‘BBB-‘ આપ્યુ છે. અદાણી એનર્જી જ્યારે સ્વતંત્ર રીતે કામ કરે છે ત્યારે ગવર્નન્સની ચિંતા તેના મૂડી બજારમા ઍક્સેસને અને તરલતાને નબળી પાડી શકે છે એમ ફિચે જણાવ્યું છે.
આ પણ વાંચોઃ અદાણી ગ્રુપે અમેરિકાની રોકાણ યોજનાને પુનઃસજીવન કરી