IND vs NZ, Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમ માટે માથાનો દુખાવો છે આ ટીમ, અત્યાર સુધી નથી હરાવી શક્યા


IND vs NZ in ICC Champions Trophy 2025: પાકિસ્તાનની મેજબાનીમાં રમાઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતીય ટીમે ધમાલ મચાવી છે. રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઈંડિયાએ ગ્રુપ સ્ટેજમાં પોતાની શરુઆતી બંને મેચ જીતીને સેમીફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે.
ટીમ ઈંડિયા સાથે ગ્રુપ એથી ન્યૂઝીલેન્ડે પણ સેમીફાઈનલમાં જગ્યા બનાવી છે. જ્યારે આ ગ્રુપમાં સામેલ મેજબાન પાકિસ્તાન અને બાંગ્લાદેશ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. હવે ભારતીય ટીમને ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ 2 માર્ચના રોજ રમવાની છે.
આ છેલ્લી મેચ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારતીય ટીમે રમવાની છે. આ મેચ ઔપચારિક મેચ હશે, કારણ કે બંને ટીમ પહેલાથી જ સેમીફાઈનલમાં પહોંચી ચુકી છે. પણ આ મેચ જીતનારી ટીમ પોતાના ગ્રુપ પર ટોપ પર આવી જશે. ત્યારે આવા સમયે બંને ટીમ આ મેચ જીતવા માટે પુરી તાકાત લગાવશે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન્યૂઝીલેન્ડ સામે ભારત જીતી શક્યું નથી
કીવી ટીમ વિરુદ્ધ મેચમાં ઉતરતા પહેલા આ રેકોર્ડ ભારતીય ટીમ માટે માથાનો દુખાવો બન્યો છે. હકીકતમાં જોઈએ તો, ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં ભારતીય ટીમે બધી ટીમોને હરાવી છે, ખાલી ન્યૂઝીલેન્ડ સામે જીતી શક્યા નથી. આ ન્યૂઝીલેન્ડ એક માત્ર એવી ટીમ છે, જેને ચેમ્પિયન્સ ટ્રોફીમાં હરાવાનું બાકી છે.
જો કે એ પણ એક વાત છે કે ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં અત્યાર સુધી ભારતીય ટીમ અને ન્યૂઝીલેન્ડની વચ્ચે ફક્ત એક જ મેચ રમાઈ છે. તેમાં કીવી ટીમે જીત મેળવી હતી. પણ આ વખતે હિટમેન રોહિત આ રેકોર્ડ તોડી શકે છે. દમદાર ફોર્મમાં ચાલી રહેલી ભારતીય ટીમ આ વખતે ન્યૂઝીલેન્ડને હરાવી શકે છે.
આ પણ વાંચો: પાકિસ્તાનની ફજેતી થઈ: ચાલુ મેચમાં વરસાદ થતાં વાઈપર લઈને સાફ કરવા લાગ્યા, દેશી જુગાડ જોઈ લોકોએ ટ્રોલ કર્યા