હેલ્થ
કોપરેલ સહિત આ વસ્તુઓથી દૂર થશે વાઢિયાની સમસ્યા


ઠંડી ભેજવાળી ઋતુમાં વાઢિયાની સમસ્યા થવા લાગે છે જે એક સામાન્ય સમસ્યા થઇ ગઇ છે. પરંતુ તે તમારા પગની સુંદરતામાં ડાઘ સમાન છે અને કેટલીક વખત ફાટેલી એડીના કારણે શરમ અનુભવવી પડે છે. જેથી આજે અમે તમારા માટે એક ટિપ્સ લઇને આવ્યા છીએ જેની મદદથી તમે મુલાયમ એડી મેળવી શકો છો. તો આવો જોઇએ કેટલાક સહેલા ઉપાય.
કોપરેલ : કોપરેલ ન માત્ર ચહેરાની ત્વચાને પરંતુ એડીને ફાટવાની સમસ્યાને પણ દૂર કરે છે. પગને સાફ કરી નારિયેળ તેલ લગાવીને સૂઇ જાઓ. જેથી તે ત્વચા મુલાયમ કરે છે. તે સિવાય તમે ઓલિવ ઓઇલ પણ લગાવી શકો છો. ઓટમીલ પાવડરમાં જોજોબા ઓઇલ મિક્સ કરી પેસ્ટ બનાવી લો. જેથી ફાટેલી એડી પર લગાવો સૂકાઇ ગયા બાદ તેને નવશેકા પાણીથી ધોઇ લો. આમ કરવાથી તમને ફરક જોવા મળશે.
ગુલાબ જળ અને ગ્લિસરીન : ગ્લિસરીન અને ગુલાબજળ એડીને કોમળ બનાવવા માટે એક બેસ્ટ ઉપાય માનવામાં આવે છે 3/4 ગુલાબજળ લો અને તેમા 1/4 ગ્લિસરીન મિક્સ કરી લો. હવે આ મિશ્રણને એડી પર લગાવી લો અને થોડીક વાર બાદ નવશેકા પાણીથી ધોઇ લો. થોડાક દિવસ આ ઉપાય કરવાથી ફરક જોવા મળશે.
લીંબુ અને વેસેલીન : એડીને મુલાયમ બનાવવા માટે એક ચમચી વેસેલીનમાં એક લીંબુના રસને બરાબર મિક્સ કરી લો. રાતે સૂતા પહેલા આ પેસ્ટને તમારી ફાટેલી એડી પર લગાવીને રાખી મૂકો, સવારે ઉઠ્યા બાદ તમારા પગને પાણીથી બરાબર ધોઇ લો. થોડાક દિવસ આ ઉપાય કરવાથી તમારી એડી એકદમ કોમળ થઇ જશે.