અમદાવાદગુજરાત

મોરબી ઝુલતો બ્રિજ દુર્ઘટના કેસમાં ત્રણ આરોપીઓની દિવાળી જેલમાં જશે, વેકેશન બાદ સુનાવણી

Text To Speech

અમદાવાદઃ (morbi bridhe Tragedy)ગત વર્ષે દિવાળી બાદ મોરબીનો ઝૂલતો પુલ ધરાશાયી થયો હતો. (Gujarat High Court)જેમાં 135 લોકોના મૃત્યુ થયા હતાં. આ કેસમાં મુખ્ય આરોપી જયસુખ પટેલ જામીન મેળવવા માટે કોર્ટમાં અરજીઓ કરી રહ્યો છે. (bail play)બીજી બાજુ મૃતકોના પરિવારજનો હજી પણ ન્યાય માટે રાહ જોઈને બેઠા છે. ત્યારે આ ઘટનાને એક વર્ષ પુરૂ થઈ ગયું છે. આ ઘટનાના ત્રણ આરોપીઓની જામીન અરજી કોર્ટમાં પેન્ડીંગ હોવાથી વધુ સુનાવણી માટે દિવાળી વેકેશન બાદ તારીખ ફાળવવામાં આવી છે. જેથી ત્રણેયની દિવાળી હવે જેલમાં જ જશે.

દિવાળી વેકેશન બાદ જામીન અરજી પર સુનાવણી
આ દુર્ઘટનામાં કુલ છ આરોપીઓને કોર્ટમાંથી શરતી જામીન મળી ચૂક્યા છે. જ્યારે મુખ્ય આરોપી જયસુખ પટેલ, ઓરેવા કંપનીના મેનેજર દીપક પારેખ અને કોન્ટ્રાકટર પ્રકાશ પરમારની જામીન અરજી હાઇકોર્ટમાં પેન્ડિંગ છે. હવે આ સુનાવણી માટે દિવાળી વેકેશન બાદ પહેલી ડિસેમ્બરની તારીખ ફાળવવામાં આવી છે. બીજી તરફ મુખ્ય આરોપી જયસુખ પટેલે હાઈકોર્ટમાં હંગામી જામીન અરજી કરી હતી પણ કોર્ટે તેને ફગાવી દીધી હતી અને વધુ સુનાવણી માટે 29 ડિસેમ્બર નક્કી કરી હતી.

આ કેસમાં 10 આરોપીની ધરપકડ કરાઈ હતી
એક તરફ આરોપીઓ દ્વારા કોર્ટમાંથી જામીનની માંગણી કરાઈ છે. બીજી બાજુ મૃતકોના પરિવારજનો પણ આરોપ જયસુખ પટેલને સખત સજા થાય તેવી માંગ કરી રહ્યાં છે. અગાઉ આ કેસમાં 10 આરોપીની ધરપકડ કરાઈ હતી. જેમાં ઓરેવા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલ, કંપનીના બે મેનેજર, બ્રિજનું સમારકામ કરનાર દેવપ્રકાશ સોલ્યુશનના બે કોન્ટ્રાકટર, બે ટિકિટ વેચનાર ક્લાર્ક અને ત્રણ સિક્યુરિટી ગાર્ડનો સમાવેશ થાય છે.

Back to top button