આજે મહાવીર જયંતિઃ જાણો વર્ધમાન કેવી રીતે બન્યા મહાવીર

- 30 વર્ષની નાની ઉંમરે મહાવીર સ્વામીએ શાહી ઠાઠમાઠ છોડી દીધા હતા
- જીવનના અંત સુધી આ માર્ગ પર ચાલીને મનુષ્યોને સાચો રસ્તો બતાવ્યો
- ભગવાન મહાવીરનું બાળપણનું નામ વર્ધમાન હતુ.
મહાવીર જયંતિ પર 24માં જૈન તીર્થંકર વર્ધમાન મહાવીરનો જન્મોત્સવ મનાવવામાં આવે છે. ચૈત્ર મહિની સુદ તેરસના દિવસે મહાવીર સ્વામીનો જન્મ બિહારના વૈશાલી જિલ્લામાં કુંડગ્રામમાં થયો હતો. તેમના જન્મોત્સવને જ મહાવીર જયંતિના નામથી ઓળખવામાં આવે છે. જૈન ધર્મના નિષ્ણાતોના મતે ભગવાન મહાવીરનો જન્મ 599 બીસીમાં બિહારના કુંડલપુરના રાજવી પરિવારમાં થયો હતો. 30 વર્ષની નાની ઉંમરે તેમણે શાહી ઠાઠમાઠ છોડીને સંસારનો ત્યાગ કર્યો હતો અને અંત સુધી આ માર્ગ પર ચાલીને મનુષ્યોને સાચો રસ્તો બતાવવાનું કામ કર્યું હતું.
મહાવીર જૈનનો સંબંધ ભગવાન રામ સાથે પણ માનવામાં આવે છે, કેમકે તેમનો જન્મ એજ કુળમાં થયો હતો જે કુળમાં ભગવાન રામનો જન્મ થયો હતો. ભગવાન રામ અને મહાવીર જૈન બંને સુર્યવંશી છે અને બંનેનો જન્મ ઇચ્છવાકુ વંશમાં થયો હતો.
ભગવાન મહાવીરનું બાળપણનું નામ વર્ધમાન હતુ. તેમણે જ્ઞાનની પ્રાપ્તિ માટે કઠોર તપ કર્યુ. 30 વર્ષની ઉંમરમાં રાજસી સુખોને ત્યાગીને તેમણે તપનું આચરણ કર્યુ. જૈન ધર્મનો મુખ્ય સિદ્ધાંત ઈન્દ્રિયો પર નિયંત્રણ મેળવવાનો છે અને ભગવાન મહાવીરે લગભગ 12 વર્ષની કઠોર તપસ્યા બાદ પોતાની ઈન્દ્રિયો પર વિજય મેળવ્યો હતો. આ કઠોર કપ કરવાના કારણે વર્ધમાન મહાવીર કહેવાયા.
મહાવીર જયંતિની ઉજવણી
મહાવીર જયંતિના શુભ અવસરે જૈન સમાજના લોકો પ્રભાતફેરી, અનુષ્ઠાન અને અન્ય આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરે છે. ઉપરાંત, આ ખાસ દિવસે, ભગવાન મહાવીરની પ્રતિમાને સોના અથવા ચાંદીના કળશથી પાણી અર્પણ કરવામાં આવે છે અને તેમના ઉપદેશોને સંપૂર્ણ ભક્તિ સાથે સાંભળવામાં આવે છે.
ભગવાન મહાવીરના પંચશીલ સિદ્ધાંતો
ભગવાન મહાવીરે જૈન ધર્મના પ્રચાર અને પ્રસાર માટે કામ કર્યું છે. તેમણે વિશ્વને પંચશીલ સિદ્ધાંત આપ્યો. પંચશીલ સિદ્ધાંતના પાંચ મુખ્ય સિદ્ધાંતો છે સત્ય, અહિંસા, ચોરી ન કરવી (અચૌર્ય), અપરિગ્રહ એટલે કે વસ્તુઓ અને વિષય પ્રત્યે આસક્ત ન રહેવું અને બ્રહ્મચર્ય. પોતાના જીવનના આ પાંચ મહત્વના સિદ્ધાંતોને અપનાવવાથી વ્યક્તિ માનવ જીવનનો વાસ્તવિક હેતુ સિદ્ધ કરી શકે છે.
આ પણ વાંચોઃ વાસ્તુની આ ભુલો તમને દેવામાં ડુબાડી શકે છેઃ આ ટિપ્સ કરો ફોલો