ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

ISROનું ઐતિહાસિક Proba-3 મિશન થયું લોન્ચ, સૂર્યના કોરોનાનો કરશે અભ્યાસ

Text To Speech
  • આ પ્રક્ષેપણ ISRO દ્વારા શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી બરાબર 4:04 કલાકે કરવામાં આવ્યું

આંધ્ર પ્રદેશ, 05 ડિસેમ્બર: ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) દ્વારા આજે ગુરુવારે ઐતિહાસિક PSLV-C59 રોકેટ/PROBA-3 મિશનને લોન્ચ કરવામાં આવ્યું છે. આ પ્રક્ષેપણ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી બરાબર 4:04 કલાકે કરવામાં આવ્યું હતું. PROBA-3એ યુરોપીયન સ્પેસ એજન્સી ESAનું સોલાર મિશન છે, જે સૂર્યના રહસ્યોની શોધ કરશે. અગાઉ, 2001માં ISRO દ્વારા આ શ્રેણીનું પ્રથમ સૌર મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું.

PROBA-3 મિશનનું PSLV-C59 રોકેટ બે સેટેલાઈટ સાથે લઈ ગયું છે જે એકબીજા સાથે સંકલન કરશે અને સૂર્યના કોરોનાનો પણ અભ્યાસ કરશે. અગાઉ આ મિશન બુધવારે લોન્ચ થવાનું હતું, પરંતુ અવકાશયાનમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા તેને 24 કલાક માટે મોકૂફ રાખવામાં આવ્યું હતું. આ પછી તેને સાંજે 4.12 કલાકે લોન્ચ કરવાની તૈયારીઓ કરવામાં આવી હતી. જોકે, બાદમાં ઈસરોએ સમય બદલીને 8 મિનિટ વહેલો કર્યો હતો.

આખું મિશન શું છે?

પ્રોબા-3 મિશન યુરોપના કેટલાક દેશોનો ભાગીદારી પ્રોજેક્ટ છે. આ દેશોના ગ્રુપમાં સ્પેન, પોલેન્ડ, બેલ્જિયમ, ઇટાલી અને સ્વિટ્ઝરલેન્ડનો સમાવેશ થાય છે. આ મિશનની કુલ કિંમત લગભગ 200 મિલિયન યુરો હોવાનું કહેવાય છે. પ્રોબા-3 મિશન બે વર્ષ સુધી ચાલશે. આ મિશનની ખાસ વાત એ છે કે, તેના દ્વારા પહેલીવાર અવકાશમાં ‘પ્રિસિઝન ફોર્મેશન ફ્લાઈંગ’નું પરીક્ષણ કરવામાં આવશે. આ અંતર્ગત બે સેટેલાઇટ એક સાથે ઉડાન ભરશે. આ ઉપગ્રહો સતત એક જ નિશ્ચિત કોન્ફિગરેશનને જાળવી રાખશે અને સૂર્યના રહસ્યોને ઉકેલવાનું કામ કરશે. તેમનું પ્રથમ કાર્ય સૂર્યના બાહ્ય કોરોના વિશે માહિતી એકત્રિત કરવાનું છે. આ માટે તેને અનેક પ્રકારના સાધનોથી સજ્જ કરવામાં આવ્યા છે.

આ પણ જૂઓ: SpaceXના સુપર હેવી રોકેટનું પાણીમાં લેન્ડિંગ! થયો વિસ્ફોટ, જૂઓ વીડિયો

Back to top button