

- ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ પીએમ મોદીની કેરળ મુલાકાતનો વિરોધ કર્યો
- સચિવ એમવી ગોવિંદને પીએમની કોલ્લમની મુલાકાતનો વિરોધ કર્યો
- પુલવામાં મામલે ભાજપ જવાબ આપેની માંગ
જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે જ્યારથી એક ઈન્ટરવ્યુમાં પુલવામા હુમલાને પીએમ મોદી સાથે જોડ્યો છે ત્યારથી દેશની વિપક્ષી પાર્ટીઓ ભાજપ અને વડાપ્રધાન પર નિશાન સાધી રહી છે. રવિવારે, શાસક સીપીઆઈ(એમ)ની યુવા પાંખ ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડીવાયએફઆઈ) એ પીએમ મોદીની કેરળ મુલાકાતનો વિરોધ કર્યો હતો.

પુલવામાં ઘટનામાં 40 જવાનો શહીદ થયા હતા
ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસવાદી)ના રાજ્ય સચિવ એમવી ગોવિંદને પીએમની કોલ્લમની મુલાકાતનો વિરોધ કરતા કહ્યું કે, ભાજપ અને નરેન્દ્ર મોદીએ પુલવામા હુમલા પાછળના ષડયંત્રનો જવાબ આપવો જોઈએ. પીએમ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે વડાપ્રધાને પુલવામા હુમલા અંગે મલિકના ચોંકાવનારા ઘટસ્ફોટનો જવાબ આપવો જોઈએ જેમાં 40 સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો.