અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: હીરાપુર ગામમાં લાકડાના ધોકા વડે ફટકારી હત્યા કરી ફરાર 2 આરોપીઓની ધરપકડ

Text To Speech

1 એપ્રિલ 2025 અમદાવાદ: જિલ્લાના સાણંદ તાલુકાના હીરાપુરા ગામની સીમ પાસે અજાણ્યા ઇસમની લાકડાના ધોકા વડે માર મારી હત્યા કરી ફરાર થઈ જનાર બે ઇસમોની જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલ્યો છે, જેની વધુ તપાસ હાથ લોકલ ક્રાઈમ બ્રાન્ચ સાથે સાણંદ પોલીસને સોપવામાં આવી છે.

હત્યા કરનાર સાણંદના બન્ને ઇસમોની ધરપકડ
અમદાવાદ ગ્રામ્ય ડીવાયએસપી આસ્થા રાણાએ જણાવ્યું હતું કે તા. 23 માર્ચ 2025ના રોજ સાણંદ તાલુકાનાં સાણંદ GIDCથી કુંવાર ગામ તરફ જવાની કેનાલના પાળા ઉપર હીરાપુરા ગામની સીમ સવલી માતાના મંદીર પાસે સુશીલ ઉરાંવ દાઉદ ઉરાંવ નામના મૂળ ઝારખંડના વતની જે હાલ સાણંદ ખાતે કામ અર્થે રહે છે. કોઈ અંગત કારણોસર બે ઇસમો દ્વારા સુશીલ ઉરાવની લાકડાના ધોકા અને પાઇપ મારી હત્યાની નિપજાવી ફરાર થઈ ગયા હતા. આ બંને ઇસમોના નામ રમેશ જીવાભાઈ ગફુરભાઈ ડાભી, બેચર ઉર્ફે બેસો વિક્રમભાઇ સોલંકી છે જેઓ મૂળ સાણંદ તાલુકાના વતની છે. આ બંને ઇસમોને પકડવા માટે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો દ્વારા સી.સી.ટીવી કેમેરા ચેક કરાતા તેમજ આ વિસ્તારમાં આવતા જતા વાહનોની વિગતો વેરીફાઈ કરાતા તેમજ બનાવ વાળા રૂટ પર દૈનીક અવરજવર કરતા લોકોની પુછપરછ શરૂ કરતા આ બંને આરોપીઓની વિગત મળી આવી હતી. હાલ આ બંને ઇસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Back to top button