રાજકોટમાં થયો જોરદાર અકસ્માત, સામે આવ્યા દંગ રહી જાય તેવા સીસીટીવી


રાજકોટ શહેરના પંચનાથ મંદિર પાસે આવેલા હરિહર ચોકમાં આજે બુધવારે બપોરે 3.45 કલાકે અકસ્માતની ઘટના બની હતી. પુરપાટ ઝડપે જઈ રહેલી કાર બેકાબુ બનતા બિલ્ડિંગની દિવાલમાં ઘૂસી ગઇ હતી. અકસ્માતને કારણે બિલ્ડિંગ પાસે પાર્ક કરેલા વાહનો અને વીજ થાંભલાને પણ નુકસાન પહોંચ્યું છે. અકસ્માતના પગલે આસપાસના લોકો પણ એકઠા થઇ ગયા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, કેવી રીતે આ સમગ્ર ઘટના બની હતી. રસ્તા પર પૂરપાટ ઝડપે જઈ રહેલી કાર અચાનક જ રસ્તા પરથી બાજુની સાઇડમાં આવેલી બિલ્ડિંગની દિવાલમાં ઘૂસી ગઈ હતી. જેને પગલે ત્યાં પાર્ક કરેલા વાહનોને નુકસાન પહોંચ્યું હતું. સાથે જ વીજ થાંભલાને પણ નુકસાન પહોંચ્યું હતું.
રાજકોટમાં જોરદાર અકસ્માત, સામે આવ્યા દંગ રહી જાય તેવા સીસીટીવી
પંચનાથ મંદિર નજીક હરિહર ચોક પાસે બપોરે 3.45 કલાકે એક કારે પુરપાટ ઝડપે અડધો ડઝન જેટલા વાહનોને હડફેટે લીધા હતા#Rajkot #ACCIDENT #caraccident #FastDrive #Gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/gyVyK7ZL8e
— Hum Dekhenge News (@humdekhengenews) September 22, 2022
કાર પોરબંદરના અગ્રણીની, પોલીસે હાથધરી તપાસ
મળતી માહિતી પ્રમાણે, રાજકોટના હરિહર ચોક પાસે એક લક્ઝુરિયસ કાર બેકાબૂ બની હતી અને અકસ્માત સર્જાયો હતો. આ બેકાબૂ બનેલી કાર એક બિલ્ડિંગની દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કાર ચાલકને ગંભીર ઈજા પહોંચી છે. આ કાર પોરબંદર પંથકના સહકારી આગેવાનની હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસે તપાસ શરૂ કરી છે.
એક બાળકીને પણ અડફેટે લીધી હતી
કાર બિલ્ડિંગ સાથે અથડાઇ ત્યારે તેની પાસે પાર્ક કરેલા લગભગ પાંચ જેટલા વાહનો પણ તેની અડફેટે આવ્યા હતા. આ કાર પાર્ક કરેલા વાહનો પર ફરી વળી હતી. આ સમગ્ર ઘટના દરમિયાન એક બાળકીને ગંભીર ઇજા પહોંચી છે, જેને તાત્કાલિક 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. બીજી બાજુ, તસવીરમાં જોઇ શકાય છે કે, કાર પાર્ક કરેલા વાહનોની ઉપર ચડી ગઇ છે અને સીધી બિલ્ડિંગની દિવાલ સાથે ભટકાઇ છે. જેને પગલે કારના આગળના ભાગનો પણ ભૂક્કો બોલી ગયો છે.
વીજ થાંભલો તોડી નાખતા પીજીવીસીએલની ટીમ દોડી ગઈ
કારે વીજ પોલને પણ અડફેટે લેતાં વીજ કંપનીના લોકો પણ દોડી આવ્યા હતા અને શોર્ટ સર્કિટની ઘટના ન બને તે માટે તાત્કાલિક તકેદારીના પગલા હાથ ધર્યા છે. વીજ કંપનીએ વીજ પૂરવઠો બંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કાર એટલી સ્પીડમાં હતી કે અડફેટે આવેલો વીજ પોલ તૂટીને દૂર જઇને પડ્યો હતો.