

દુનિયામાં મંકીપોક્સના વધતા કેસને લઈને ભારત સરકાર સતર્ક બની છે. સરકારે દેશના તમામ એરપોર્ટ અને બંદરો પર વોચ રાખવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ આઆઈસીએમઆરને જરૂરી માર્ગદર્શિકા જારી કરવા સૂચના આપી દિધી છે. દેશભરના એરપોર્ટ, પોર્ટ તથા સરહદો પર સાવચેતી વધારવાની સુચના આપવામાં આવી છે. મંકીપોક્સનાં લક્ષણ સાથેનાં કોઇ પ્રવાસી જણાય આવે તો કોઈપણ સંજોગોમાં તેને આઈસોલેટ કરવા તથા નમૂના ચકાસણી માટે પુનાની વાયરોલોજી લેબમાં મોકવવાની પણ તાકિદ કરવામાં આવી છે. જો કે તમામ બિમાર લોકોને શંકાસ્પદ નહીં ગણવા પણ ચોખવટ કરવામાં આવી છે. ચોક્કસ લક્ષણો હોય તો જ સેમ્પલ ચકાસણી માટે મોકલવા કહેવાયું છે.