મધ્ય ગુજરાત

વડાપ્રધાન મોદી પણ જેનાથી પ્રભાવિત હતા તેવા યોગ ગુરૂ રાજશ્રી મુનિનું અવસાન, પીએમે વ્યક્ત કર્યો શોક

Text To Speech

પંચમહાલના લકુલીશ યોગ યુનિવર્સિટીના સ્થાપક રાજર્ષિ મુનિનું 92 વર્ષની વયે નિધન થયું છે. વડોદરાની ખાનગી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. રાજર્ષિ મુનિજીએ લાઈફ મિશન અંતર્ગત યોગાભ્યાસ માટે સેન્ટર શરૂ કર્યા હતા. તેમના અનુયાયીઓના જણાવ્યું અનુસાર આજે કાલોલના મલાવ ખાતે તેમના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે. અને આવતી કાલે લીંમડી ખાતે અંતિમવિધિ કરવામાં આવશે.

રાજર્ષિ મુનિને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં 30 ઓગસ્ટની વહેલી સવારે 3 વાગ્યે અંતમિશ્વાસ લીધા હતા. તેમના અનુયાયીઓના જણાવ્યા પ્રમાણે રાજર્ષિ મુનિનું પાર્થિવદેહને 30 ઓગસ્ટે બપોરે 2 વાગ્યા સુધીમાં કાલોલના મલાવ ખાતે લાવવામાં આવશે. જેથી તેમના અનુયાયીઓ આશ્રમમાં અંતિમ દર્શન કરી શકશે. અને ત્યાર બાદ તેમના નશ્વરદેહને લીંબડીના જાખણ ખાતે લઈ જવામાં આવશે અને ત્યાં 31 ઓગસ્ટે સવારે 11 વાગ્યે અંતિમસંસ્કાર કરવામાં આવશે.

Rajarishi muni Gujarat 01
File image

વડાપ્રધાન મોદીને લકુલીશ મુની પ્રત્યે અનન્ય આસ્થા હતી. મુની દ્વારા સ્થાપિત યોગ યુનિવર્સિટીનું ઉદ્ધાટન પણ વડાપ્રધાને જ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ પણ સમાચાર મળતાની સાથે જ ટ્વીટ કરીને ખેદ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરતા લખ્યું કે, લકુલીશ પરંપરાના કુલગુરૂ સ્વામી રાજર્ષિ મુનીના બ્રહ્મલીન થયાના સમાચાર દુખદ છે. તેઓ વર્ષો સુધી યોગના સંવર્ધન માટે અને વિકાસ માટે કાર્ય કર્યું છે. સદ્ગતના આત્માની શાંતિ અર્થે અંતરમનથી પ્રાર્થના તથા શોકગ્રસ્ત અનુયાયીઓને સાંત્વના પાઠવું છું.

વર્ષ 2012 માં દેશની પ્રથમ યોગ યુનિવર્સિટીની રાજર્ષિ મુની દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. જેનું ઉદ્ધાટન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. લકુલીશ મુનીના પ્રયાસોથી લાઇફ મિશન અંતર્ગત રશિયા, અમેરિકા, કેનેડા, તાઇવાન, ઇટાલી સહિત અનેક દેશોમાં યોગ સેન્ટર ચાલી રહ્યા છે. પાંચમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે રાજશ્રી મુનીને 43 વર્ષથી સાધના બદલ યોગ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

Back to top button