અમદાવાદઃ વસ્ત્રાલ ગેંગવોરમાં નિર્દોષોનો ભોગ લેવાયો; 14ની ધરપકડ બાદ રિકન્સ્ટ્રક્શન હાથ ધરાયું


14 માર્ચ 2025 અમદાવાદ: શહેરમાં હોલિકા દહનની સાંજે મોટી સંખ્યામાં રસ્તા ઉપર લોકો તહેવારની ઉજવણી કરી રહ્યા હતા બીજી બાજુ વસ્ત્રાલ વિસ્તારમાં ગુનેગારો બેફામ બની રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. જાણે કોઈનો ડર ન હોય એમ તેઓ હથિયાર લઈને નીકળી પડ્યા અને જે સામે આવ્યા તેને માર માર્યો. વાહનોમાં દુકાનોમાં તોડફોડની સાથે નિર્દોષ લોકોને રીતસરના જાહેર રસ્તા ઉપર ફટકાર્યા. ત્યારે આ સમગ્ર ઘટનામાં હાલ પોલીસ દ્વારા ધડાધડ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં 14 જણાની ધરપકડ કરી રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ઘટના ગેંગવોરને કારણે બની છે.
રસ્તામાં જે મળ્યા તેને માર માર્યો
ધુળેટીના દિવસે સવારે રામોલ પોલીસ સ્ટેશનના PI સુરેશ ચૌધરીએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે જૂની અદાવતમાં પંકજ ભાવસાર અને સંગ્રામ નામના લોકોની ગેંગ એકબીજાને મારવા ફરતી હતી. જે દરમિયાન એકબીજાની ગેંગના લોકો ન મળતા જે સામે મળ્યા તે બધાને આ લુખ્ખાઓએ માર માર્યો છે. જ્યારે આ બધાએ નિર્દોષ લોકોને મારવાનું શરૂ કર્યું હતું અને તે બાદ આ લોકોનું ટોળું મહાદેવનગર નિરાંત ચોકડી તરફ આગળ વધી રહ્યું હતું તેઓ પોતાની અદાવત હોય તેવા લોકો ન મળતા હોવાથી રસ્તામાં જે પણ આવ્યા તેને મારતા હતા. હાલ આ તમામ મામલે 2 લોકોને ગંભીર ઈજા થઇ છે. જેના કારણે જીવલેણ હુમલાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ તમામ આરોપીઓને પકડીને રીકન્સ્ટ્રક્શન કરી વધુ તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 14 થી વધુ લોકોના ટોળાએ વસ્ત્રાલ વિસ્તારમાં મોટી સંખ્યા એ ગાડીઓને વાહનોની તોડફોડ કરી હતી જેમાં બે ત્રણ જણા ગંભી રીતે ગાયબ થયા છે તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.