ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

10,000થી વધુ ઉગ્રવાદીઓએ હથિયાર હેઠા મૂક્યાઃ અમિત શાહ

નવી દિલ્હી, તા. 11 માર્ચ, 2025: ABVP દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, મણિપુર હિંસા સિવાય સમગ્ર પૂર્વોત્તર છેલ્લા 10 વર્ષમાં શાંતિનો અનુભવ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, 2004 થી 2014 સુધી હિંસાની કૂલ 11,000 ઘટના બની હતી. 2014 થી 2024 સુધીમાં 3428 ઘટના બની, એટલે કે 70 ટકાનો ઘટાડો થયો છે. સુરક્ષાદળોના માતોની સંખ્યામાં પણ 70 ટકા ઘટાડો થયો છે.છેલ્લા 10 વર્ષમાં નાગરિકોના મોતની સંખ્યામાં 89 ટકા ઘટાડો થયો છે.

પૂર્વોત્તર આજે શાંતિ અનુભવી રહ્યું છેઃ શાહ

અમિત શાહે કહ્યું, પૂર્વોત્તર આજે શાંતિ અનુભવી રહ્યું છે. મેઘાલય હોય, અરુણાચલ હોય, આસામ હોય, નાગાલેન્ડ હોય કે મિઝોરમ હોય, અમે તમામ સશસ્ત્ર જૂથો સાથે સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા છે અને 10,500 થી વધુ ઉગ્રવાદીઓ શસ્ત્રો મૂકીને મુખ્ય પ્રવાહમાં જોડાયા છે. અમારી સરકારે 10 વર્ષમાં 12 મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા છે. ભાજપ સરકારની સૌથી મોટી સિદ્ધિ એ છે કે તેણે પૂર્વોત્તર અને બાકીના ભારત વચ્ચેનું અંતર ઘટાડ્યું છે. 2027 સુધીમાં પૂર્વોત્તરની દરેક રાજધાની ટ્રેન, હવાઈ અને માર્ગ દ્વારા જોડાઈ જશે.

મોદી સરકારે પૂર્વોત્તરમાં શાંતિ સ્થાપવાનું કામ કર્યું છેઃ અમિત શાહ

જ્યાં શાંતિ નથી ત્યાં વિકાસ થઈ શકતો નથી અને નરેન્દ્ર મોદી સરકારે પૂર્વોત્તરમાં શાંતિ લાવવા માટે કામ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વોત્તરના વિકાસ માટે મોટું બજેટ આપ્યું છે. દસ વર્ષમાં વડાપ્રધાને પૂર્વોત્તરના વિકાસનું ખૂબ ધ્યાન રાખ્યું છે અનેતેમણે નક્કી કર્યું છે કે દર મહિને એક મંત્રી પૂર્વોત્તરના કોઈ ને કોઈ રાજ્યમાં રાત્રિ વિશ્રામ કરશે. હું તમને જણાવવા માંગુ છું કે આઝાદી પછી આસામને બાદ કરતાં તમામ વડાપ્રધાનની પૂર્વોત્તરની કુલ 21 યાત્રાઓ થઈ છે અને નરેન્દ્ર મોદીની માત્ર પૂર્વોત્તરની યાત્રાઓની સંખ્યા 78 છે, જે દર્શાવે છે કે પૂર્વોત્તરને કેટલું મહત્ત્વ
આપવામાં આવ્યું છે.


આ પણ વાંચોઃ ઓપરેશન નટરાજઃ ભાજપ શાસિત આ રાજ્યમાં ઓર્કેસ્ટ્રામાં જબરદસ્તીથી કરાવાતો હતો અશ્લીલ ડાંસ

Back to top button