ગુજરાત
વડોદરામાં પિકઅપ વાનની ટ્રોલી પલટી જતાં સામાન ઠલવાતો હોય એ રીતે જાનૈયાઓનો રોડ ઉપર થયો ઢગલો


વડોદરા પાસે પોર જીઆઇડીસીના જાનૈયાઓની પિકઅપ વાનની ટ્રોલી પલટી મારતાં 20 જાનૈયાને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. ટ્રોલીમાંથી સામાન ઠલવાતો હોય એ રીતે જાનૈયાઓનો રોડ ઉપર ઢગલો થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. અક્સમાતમાં ત્રણને ગંભીર ઈજા પહોચી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા નજીક આવેલા પોર ગામેથી જાનૈયાઓને લઈને નીકળેલી પિકઅપ વાનમાં જાનૈયા સવાર ટ્રોલી પોર જીઆઇડીસીમાં પલટી જતાં 20 જાનૈયા ઘવાયા હતા, જેમને સારવાર માટે પોર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા. એમાં ત્રણને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ટ્રોલીમાંથી સામાન ઠાલવવામાં આવતો હોય એ રીતે જાનૈયાઓનો રોડ ઉપર ઢગલો થઇ ગયો હતો, જેમાં કોઇને નાક, કોઇને માથામાં, કોઇને મોઢા પર તો કોઇને હાથ-પગમાં ઇજાઓ પહોચી હતી. ઇજાગ્રસ્તોમાં બાળકો, મહિલાઓ અને પુરુષોનો સમાવેશ થતો હતો.