ટ્રેન્ડિંગમનોરંજન

લાઈવ શોમાં સોનુ નિગમની તબિયત લથડી, શેર કર્યો વીડિયો

Text To Speech

મુંબઈ, ૩ ફેબ્રુઆરી: ૨૦૨૫: બોલિવૂડના ફેમસ સિંગર સોનુ નિગમ ગાયકીની સાથે સાથે પોતાના મનની વાત પણ ખુલીને કહેવા માટે જાણીતા છે. ચાહકો લાઇવ કોન્સર્ટમાં તેના ગીતો પર ખુશીથી નાચતા જોવા મળે છે અને તેમને લાઈવ ગીતો ગાતા સાંભળવા માટે દરેક લોકો આતુર હોય છે. હાલમાં જ સોનુ નિગમે પૂણેમાં એક લાઈવ પર્ફોર્મન્સ આપ્યું, જ્યાં તેના ચાહકો સોનુના ગીતોમાં મંત્રમુગ્ધ થઈ ગયા હતા, પરંતુ આ લાઈવ શો દરમિયાન સોનુ નિગમને એક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sonu Nigam (@sonunigamofficial)

લાઈવ પર્ફોર્મન્સ પહેલા સોનુ નિગમને શરીરમાં ખૂબ જ દુખાવો થઈ રહ્યો હતો અને પીઠ અને પગમાં ખેંચાણની ફરિયાદ પણ કરી હતી. જોકે આ દુખાવો થતો હોવા છતાં પણ તેમણે પોતાનું પ્રદર્શન પૂરુ કર્યું હતું અને સ્ટેજ પર તેમના ચાહકોના દિલ જીતી લીધા હતા. હાલમાં સિંગરે પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પોતાના સ્વાસ્થ્ય વિશે વાત કરતો જોવા મળે છે. તાજેતરમાં એક લાઈવ પર્ફોર્મન્સ દરમિયાન સોનુની તબિયત બગડી હતી.  લાઈવ કોન્સર્ટમાં કમરના ભાગમાં દુખાવો ઊપડ્યો હતો.

સોનુ નિગમે વીડિયો શેર કરી માહિતી આપી સોનુ નિગમે ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે તેમના દુખાવાની સ્થિતિ વિશે વાત કરી છે. સોનુના ચાહકો તેનો વીડિયો જોઈને ખૂબ જ હેરાન રહી ગયા, કારણ કે સોનુ તેના પર્ફોર્મન્સ દરમિયાન એકદમ સામાન્ય દેખાતો હતો. આ વીડિયોમાં સોનુ નિગમ કહે છે કે, ‘પુણેમાં પર્ફોર્મ કરતી વખતે મને અચાનક પીઠનો દુખાવો શરુ થયો હતો. આ મારા જીવનનો સૌથી મુશ્કેલ દિવસ હતો, પણ મને ખુશી છે કે મેં મારું પ્રદર્શન આપ્યું.’ જેવા જ સોનૂ નિગમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યો, ફેંસ ભાવુક થઈ ગયા. હજારો લોકો તેમની હેલ્થને લઈને ચિંતા બતાડવા લાગ્યા અને તેમના જલ્દી જ સાજા થવાની પ્રાર્થના કરવા લાગ્યા.

આ પણ વાંચો..સમય રૈનાએ અમિતાભ બચ્ચનની સામે રેખા પર જોક માર્યો, વાયરલ વીડિયો જોઈને લોકો ચોંકી ગયા

Back to top button