ટોપ ન્યૂઝસ્પોર્ટસ

3જી વન-ડેમાં ઈગ્લેંન્ડે ભારતને જીત માટે 260 રનનો ટાર્ગેટ આપ્યો, હાર્દિકનો જલવો

Text To Speech

માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડની ટીમ 45.5 ઓવરમાં 259 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતને હવે શ્રેણી જીતવા માટે 260 રન બનાવવાની જરૂર છે. ઈંગ્લેન્ડ તરફથી કેપ્ટન જોસ બટલરે 60 રન બનાવ્યા હતા. બટલર ઉપરાંત જેસન રોયે 41, મોઈન અલીએ 34, ક્રેગ ઓવરટને 32 અને બેન સ્ટોક્સ અને લિયામ લિવિંગસ્ટોને 27-27 રનનું યોગદાન આપ્યું હતું.

Innings Break!

England are all out for 259 in 45.5 overs.

Hardik Pandya was pick of the bowlers with figures of 4/24 in 7 overs.

Scorecard – https://t.co/radUqNrOn1 #ENGvIND pic.twitter.com/RvZQvaPCqT
— BCCI (@BCCI) July 17, 2022

ભારત તરફથી હાર્દિક પંડ્યાએ શાનદાર બોલિંગ કરીને 7 ઓવરમાં 24 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. હાર્દિકની વનડે કારકિર્દીનું આ સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન છે. તેમના સિવાય યુઝવેન્દ્ર ચહલે ત્રણ અને મોહમ્મદ સિરાજે બે જ્યારે રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ લીધી હતી.

Back to top button