UPમાં મેરઠ જેવી બીજી ઘટના: પત્નીએ પતિને મારવા માટે સોપારી આપી, હત્યારાની બહેને ભાંડો ફોડ્યો


ઔરેયા, 26 માર્ચ 2025: ઉત્તર પ્રદેશના ઔરેયામાં મેરઠના સૌરભ હત્યાકાંડ જેવી જ ઘટના જોવા મળી છે. અહીં પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો. તેના માટે પત્નીએ બે લાખ રુપિયા ખર્ચ કરી સોપારી કિલરને હાયર કર્યો અને પતિની હત્યા કરાવી નાખી. આ ઘટનાની જાણકારી જેવી પોલીસને મળી તો પોલીસે પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી લીધી. સાથે જ પોલીસે સુપારી લેનારા સોપારી કિલરની પણ ધરપકડ કરી લીધી. પત્નીન ઓળખ પ્રગતિ અને તેના પ્રેમીની ઓળખ અનુરાગ તરીકે થઈ છે. તો વળી મૃતકની ઓળખ દિલીપ યાદવ તરીકે થઈ છે.
હત્યારાની બહેને કહ્યું- તેને જેલમાં મોકલવો જોઈએ
હવે આ બાબતે, સમાચાર એજન્સી ANI એ હત્યામાં સામેલ અનુરાગની બહેન સાથે વાત કરી છે. સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા, આરોપીની બહેને કહ્યું, ‘જો મારો ભાઈ આમાં સામેલ છે તો તેની ધરપકડ કરો, તેને જેલમાં મોકલવો જોઈએ.’ અમારા ઘરમાં કોઈને આ વાતની ખબર નહોતી. જો કોઈને કંઈ ખબર હોત, તો અમે આવું થવા ન દેત. જો મારો ભાઈ આ બધામાં સંડોવાયેલો હોય તો તેને જેલમાં મોકલવો જોઈએ. મારો ભાઈ હાલમાં બી.એસસી. કરી રહ્યો છે. અહીં ઉલ્લેખનિય છે કે, દિલીપની હત્યા કરતા પહેલા પ્રગતિએ તેના પ્રેમી અનુરાગને કહ્યું હતું કે દિલીપ ધનવાન છે અને જો તેને રસ્તા પરથી હટાવી દેવામાં આવે તો બંને સારું જીવન જીવી શકે છે.
ઔરૈયાના એસપીએ શું કહ્યું?
આ સમગ્ર મામલા પર ઔરૈયાના એસપી અભિજીત આર શંકરે જણાવ્યું હતું કે, ‘પોલીસને 19 માર્ચે એક ઘાયલ વ્યક્તિ વિશે માહિતી મળી હતી. માહિતી મળતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ઘાયલોને હોસ્પિટલમાં લઈ ગઈ.’ મૃતકની ઓળખ દિલીપ યાદવ તરીકે થઈ છે. સારવાર દરમિયાન દિલીપનું મૃત્યુ થયા બાદ, અજાણ્યા વ્યક્તિ સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. ઓપરેશન ત્રિનેત્રમાં લગાવેલા કેમેરા દ્વારા, અમે રામજી નાગર નામના વ્યક્તિની ઓળખ કરી. અમે તેને શોધવા માટે ટીમો તૈનાત કરી હતી અને આજે તેની અને તેના સાથીની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં શ્રેયસ અય્યરે લોકોના દિલ જીતી લીધા, 100 થવાના હતા છતાં સદી પુરી ન કરી, જાણો કેમ આવું કર્યું?