
- 2.1% પ્રજનન દરના લક્ષ્યાંક સામે ગુજરાતે 1.9%નો લક્ષ્યાંક મેળવ્યો
- 11 જુલાઈથી 24 જુલાઈ જન સંખ્યા સ્થિરતા પખવાડિયું ઉજવવામાં આવશે
- સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કુલ 6.64 લાખ જેટલી બહેનોએ કોપર ટી મુકાવી
આજે વિશ્વ વસતિ દિવસ છે. જેમાં ગુજરાતમાં એક જ વર્ષમાં 3.08 લાખ મહિલા તથા 1,223 પુરુષે નસબંધી કરાવી છે. ત્યારે જનસંખ્યા સ્થિરતા પખવાડિયું ઊજવાશે. 2.1% પ્રજનન દરના લક્ષ્યાંક સામે ગુજરાતે 1.9%નો લક્ષ્યાંક મેળવ્યો છે.
આ પણ વાંચો: રાજ્યમાં આજથી મેઘનું જોર ઘટશે, પણ કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે
2.1% પ્રજનન દરના લક્ષ્યાંક સામે ગુજરાતે 1.9%નો લક્ષ્યાંક મેળવ્યો
ગુજરાત સરકારના દાવા પ્રમાણે વસતિ નિયંત્રણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે. 11મી જુલાઈએ વિશ્વ વસતિ દિવસ મનાવાય છે, નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 અનુસાર વસતિ નિયંત્રણ માટે વર્ષ 2030 સુધીના 2.1 ટકા પ્રજનન દરના લક્ષ્યાંકની સામે ગુજરાતે વર્ષ 2020માં જ 1.9 ટકાનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે. ગુજરાતમાં વર્ષ 2022-23માં 3.08 લાખ મહિલાઓ અને 1,223 પુરુષોએ નસબંધીનું ઓપરેશન કરાવ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 24 કલાકમાં 193 તાલુકાઓમાં મેઘમહેર, જાણો કયા કેટલો થયો વરસાદ
સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કુલ 6.64 લાખ જેટલી બહેનોએ કુટુંબ નિયોજન માટે કોપર ટી મુકાવી
સરકારી ડેટા પ્રમાણે વર્ષ 2022-23માં રાજ્યની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કુલ 6.64 લાખ જેટલી બહેનોએ કુટુંબ નિયોજન માટે કોપર ટી મુકાવી છે, તેમાં પણ સરકારી હોસ્પિટલમાં થયેલી પ્રસૂતિમાંથી કુલ 4 લાખ જેટલી બહેનોએ પ્રસૂતિ બાદના 42 દિવસમાં જ કોપર ટી મુકાવી છે, સામાન્ય રીતે બે બાળકો વચ્ચે અંતર રાખવા માટે સ્ત્રીઓમાં પ્રસૂતિ બાદ કોપર ટી મૂકવામાં આવે છે.
11 જુલાઈથી 24 જુલાઈ જન સંખ્યા સ્થિરતા પખવાડિયું ઉજવવામાં આવશે
વધુ કુટુંબ નિયોજન સ્ત્રી વ્યંધિકરણ માટે કરાતા ઓપરેશનમાં રાજ્યમાં કુલ 3,08,976 બહેનોએ સ્ટરીલાઈઝેશન ઓપરેશન અને 1,223 પુરુષોએ નસબંધી કરાવી છે. રાજ્યમાં વસતિ નિયંત્રણ માટે વધુ જાગૃતિ આવે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા 27મી જૂનથી 10મી જુલાઈ દરમિયાન દંપતી સંપર્ક પખવાડિયું ઉજવાયું હતું, હવે 11 જુલાઈથી 24 જુલાઈ જન સંખ્યા સ્થિરતા પખવાડિયું ઉજવવામાં આવશે. ગુજરાત સરકારના દાવા પ્રમાણે વસતિ નિયંત્રણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે.