ટ્રેન્ડિંગધર્મ

પ્રિયંકા અને નિકે બીચ પર સેલિબ્રેટ કર્યો દિકરી માલતીનો બર્થડે, જુઓ ફોટોઝ

Text To Speech
  • કાલે માલતીનો બીજો બર્થડે પ્રિયંકા અને નિકે બીચ પર સેલિબ્રેટ કર્યો હતો. માલતીનો બીજો જન્મદિવસ ઉજવવા માટે પ્રિયંકા અને તેના પતિ નિક જોનાસ પરિવાર અને મિત્રો સાથે લોસ એન્જલસ પહોંચ્યા હતા

બોલિવૂડમાં દેશી ગર્લના નામથી ફેમસ થયેલી અભિનેત્રી પ્રિયંકા ચોપરા અવારનવાર પોતાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. પ્રિયંકા ઘણીવાર તેના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતી જોવા મળે છે અને ક્યારેક તે તેની વહાલી દીકરી માલતી મેરી સાથે રમતા અને લાડ કરતા પણ જોવા મળે છે. કાલે માલતીનો બીજો બર્થડે પ્રિયંકા અને નિકે બીચ પર સેલિબ્રેટ કર્યો હતો. કાલે માલતી બે વર્ષની થઈ છે.

પ્રિયંકા ચોપરા અને નિક જોનસે બીચ પર સેલિબ્રેટ કર્યો દિકરી માલતીનો બર્થડે, જુઓ ફોટોઝ hum dekhenge news

લોસ એન્જલસમાં ઉજવ્યો માલતીનો જન્મદિવસ

પ્રિયંકા ચોપરાની દિકરી માલતીનો 15 જાન્યુઆરીએ બીજો જન્મદિવસ હતો. માલતીના જન્મદિવસ પર અભિનેત્રીએ તેના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવ્યો હતો. માલતીનો બીજો જન્મદિવસ ઉજવવા માટે પ્રિયંકા અને તેના પતિ નિક જોનાસ પરિવાર અને મિત્રો સાથે લોસ એન્જલસ પહોંચ્યા હતા, જ્યાંથી તેમની કેટલીક તસવીરો સામે આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Jerry x Mimi 😍 (@jerryxmimi)

બીચ પર ઉજવ્યો માલતીનો જન્મદિવસ

પ્રિયંકા ચોપરાના એક ફેન પેજે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં અભિનેત્રી તેના પરિવાર અને નજીકના મિત્રો સાથે પુત્રી માલતી મેરીના જન્મદિવસની ઉજવણીનો આનંદ માણતી જોવા મળે છે. નિક જોનસ અને પ્રિયંકાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તેઓ બીચ પર હાથ જોડીને ચાલતા જોવા મળે છે. તો ઝૂમ સાથે અન્ય કેટલીક તસવીરો લેવામાં આવી છે જેમાં તેના મિત્રો પણ નજરે પડે છે. ફોટામાં માલતી લાલ રંગનું ફ્રોક પહેરેલી જોઈ શકાય છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

સેરોગસીથી જન્મી છે માલતી

પ્રિયંકા ચોપરા અને નિક જોનસની લાડલી પુત્રી માલતીનો જન્મ 15 જાન્યુઆરી 2022ના રોજ થયો હતો. માલતી સેરોગેસી દ્વારા જન્મી હતી. તેની જાહેરાત પ્રિયંકા ચોપરા અને નિકે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કરી હતી. તેનું આખું નામ માલતી મેરી ચોપડા જોનસ છે.

આ પણ વાંચોઃ ફિલ્મફેર એવોર્ડ 2024 નોમિનેશન્સઃ એનિમલને મળ્યા સૌથી વધુ નામાંકન

Back to top button