જસ્ટિસ યશવંત વર્મા કેસ કાંડ, જજે વકીલોની સલાહ લીધી; SHO સહિત 8 પોલીસકર્મીઓના મોબાઈલ જપ્ત


HD ન્યુઝ ડેસ્ક : જસ્ટિસ યશવંત વર્માના ઘરે ચલણી નોટો સળગાવવાના કેસમાં દિલ્હી પોલીસે તુગલક રોડ પોલીસ સ્ટેશનના SHO સહિત 8 પોલીસકર્મીઓના મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. તુગલક રોડ પોલીસ સ્ટેશનના એસએચઓ ઉમેશ મલિક, તપાસ અધિકારી હવાલદાર રૂપચંદ, સબ ઇન્સ્પેક્ટર રજનીશ, બે પોલીસકર્મીઓ અને ત્રણ પીસીઆર કર્મચારીઓના ફોન જપ્ત કરવામાં આવ્યા છે જેઓ મોબાઇલ બાઇક પેટ્રોલિંગ પર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસકર્મીઓના મોબાઈલ ફોન જપ્ત કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો
https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o
મોબાઈલ ફોન કેમ જપ્ત કરવામાં આવ્યા?
વાત જાણે એમ છે કે હવે એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે આગ દરમિયાન જ્યારે આ પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તેમના મોબાઈલ ફોનમાંથી કોઈ વીડિયો બનાવવામાં આવ્યો હતો અને જો વીડિયો બનાવવામાં આવ્યો હતો તો તેની સાથે કોઈ છેડછાડ કરવામાં આવી હતી કે કેમ. આ સિવાય દિલ્હી પોલીસે આ તમામ પોલીસકર્મીઓના નિવેદન પણ નોંધ્યા છે. ઉલ્લેખનીય છે કે આગ એટલી ગંભીર હતી આ વાતનો અંદાજ એ જ વાતથી લગાવવામાં આવ્યો છે કે જે રૂમમાં આગ લાગી હતી તેની દિવાલોમાં તિરાડો પડી છે.
જસ્ટિસ યશવંત વર્માએ વકીલોની સલાહ લીધી
દરમિયાન, ન્યાયમૂર્તિ યશવંત વર્માએ દિલ્હીમાં તેમના નિવાસસ્થાને ચાર વરિષ્ઠ વકીલોની સલાહ લીધી. સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી ત્રણ સભ્યોની સમિતિ રોકડ કૌભાંડની તપાસ કરી રહી છે અને જસ્ટિસ વર્માએ તે સમિતિ સમક્ષ પોતાનો ખુલાસો રજૂ કરવાનો છે.
પોલીસે સ્ટોર રૂમને સીલ કરી દીધો હતો
દિલ્હી પોલીસે સ્ટોર રૂમને સીલ કરી દીધો છે જ્યાં આગ પછી અડધા બળી ગયેલી નોટોની ચારથી પાંચ બેગ મળી આવી હતી. આ મામલામાં હવે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરવામાં આવી છે. CJI જસ્ટિસ સંજીવ ખન્નાએ એડવોકેટ મેથ્યુઝની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો અને મેથ્યુઝને સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીનો સંપર્ક કરવા કહ્યું હતું.
આ પણ વાંચો : દેશથી વધીને કઈ નહીં, CSKની પ્રેક્ટિસ છોડીને ધોનીએ જે કર્યું તે તમારું દિલ જીતી લેશે; જુઓ વીડિયો