આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ભારતીય મૂળના મહિલા ડૉક્ટર અમેરિકામાં હેલ્થ વિભાગના ડિરેક્ટર બન્યા

Text To Speech

અમેરિકામાં ભારતીય મૂળના ડૉ.સેજલ હાથીને  (Sejal Hathi) ઓરેગોન હેલ્થ ઓથોરિટીના ડિરેક્ટર તરીકે ચૂંટવામાં આવ્યા છે. તેઓ મેડિસિન, હેલ્થ પૉલિસી અને એજ્યુકેશનમાં આશરે એક દાયકાથી વધુનો અનુભવ ધરાવે છે. તેઓ આ પદ 16 જાન્યુઆરી 2024થી સંભળાશે. ઓરેગોન હેલ્થ ઓથોરિટીમાં જોડાતા પહેલા ડૉ.સેજલ ન્યૂ જર્સીના ડેપ્યુટી હેલ્થ કમિશનર હતા. (NJ deputy health commissioner) તેમણે બે વર્ષ સુધી વ્હાઇટ હાઉસમાં વરિષ્ઠ નીતિ અધિકારી તરીકે પણ કામ કર્યું, જ્યાં તેમણે ડોમેસ્ટિક પોલિસી કાઉન્સિલ માટે કામ કર્યું. તેમણે જોન હોપકિન્સ સ્કૂલ ઑફ મેડિસિન અને બ્લૂમબર્ગ સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થમાં સહાયક પ્રોફેસર તરીકે પણ સેવા આપી હતી.

ઓરેગનના ગવર્નર ટીના કોટકે ડૉ.સેજલ હાથીની નિમણૂક કરતાં કહ્યું કે ઓરેગોનમાં સમુદાયના દરેક વર્ગને સમાનરૂપે આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં ઓરેગોન હેલ્થ ઓથોરિટી એક મહત્વની ભૂમિકા ભજવે છે. આ કામ ખૂબ જ પારદર્શિતા, જવાબદારી અને તત્પરતા સાથે થવું જોઈએ. આ માટે ડૉ.સેજલ હાથી (Indiaspora) પોતાના અનુભવ અને લાયકાત સાથે આ રોલમાં એકદમ ફિટ બેસે છે. તેમની પાસે ફિઝિશિયન તરીકે ફ્રન્ટલાઈન અનુભવથી લઈને વ્હાઈટ હાઉસમાં નીતિ ઘડતર સુધીનો અનુભવ છે.

ડૉ. સેજલે શું કહ્યું?

આ સિદ્ધિ પર સેજલે કહ્યું કે હું આ ક્ષેત્રમાં આ પદ પર પહોંચવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. રાષ્ટ્રીય સ્તરે બધાની નજર ઓરેગોન પર છે. હેલ્થ સેક્ટરમાં ઓરેગોનની નીતિઓ પર દેશભરમાં નજર રાખવામાં આવી રહી છે. આ રાજ્ય આરોગ્ય ક્ષેત્રને લગતી પ્રવૃત્તિઓના વિસ્તરણ માટે નવા પગલાં લઈ રહ્યું છે. આ ઉત્કૃષ્ટ સંસ્થા સાથે જોડાઈને હું ગર્વ અનુભવું છું.

અમેરિકામાં દર વર્ષે ભારતીયો ત્યાં સ્થાયી થવા કે ભણતર કરવા માટે જાય છે. તેમાંથી ઘણા લોકો ત્યાં વરિષ્ઠ હોદ્દા પર કામ કરી રહ્યા છે અને દેશનું ગૌરવ વધારી રહ્યા છે. વર્તમાન સરકારમાં ઘણા ભારતીય મૂળના લોકો કામ કરી રહ્યા છે. હવે આ લિસ્ટમાં ડૉ.સેજલ હાથીનું પણ નામ જોડાઈ ગયું છે. ટૂંક સમયમાં તેઓ અમેરિકાના હેલ્થ સેક્ટરના ઉચ્ચ પદ માટે કાર્યભાર સંભાળશે.

આ પણ વાંચો: અશાંતિના આંતરરાષ્ટ્રીય માહોલ વચ્ચે ભારત-અમેરિકાની મંત્રી-સ્તરીય બેઠક

Back to top button