AAPની 11મી યાદી જાહેર, જાણો અલ્પેશ કથારીયા અને ધાર્મીક ક્યાંથી લડી રહ્યા છે ચૂંટણી


ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ AAP દ્વારા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની એક પછી એક યાદી જાહેર કરવામાં આવી રહી છે. ત્યારે આપે આજે ફરી એક યાદી જાહેર કરી છે. આપની આ 11મી યાદી જાહેર થઈ છે. જેમાં 12 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ પહેલા 10મી યાદીમાં 21 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ત્યારે આજે બીજા 12 નામોને જાહેર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટી 118 ઉમેદવાર જાહેર કરાયા છે.
આપની અગિયારમી યાદી જાહેર

આપએ પોતાના ઉમેદવારોની 11મી યાદી જાહેર કરી છે જેમાં 12 બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં અલગ અલગ વિસ્તારના કયા ઉમેદવાર ક્યાંથી ચૂંટણી લડશે તે અંગેની ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં જેમા સૌરાષ્ટ્રની 4, ઉત્તર ગુજરાતની 3, મધ્ય ગુજરાતની 2 અને દક્ષિણ ગુજરાતમાંથી 1 ઉમેદવાર જાહેર કર્યા હતા. જ્યારે આજે 9 ઉમેદવારો મળીને આપે અત્યાર સુધીમાં 19 ઉમેદવારોની જાહેરાત કરી છે.
આ પણ વાંચો:AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ઇસુદાન ગઢવીના નામની જાહેરાત