અદાણીના વિલ્મર પ્લાન્ટમાંથી નીકળેલો ટ્રક બિહારના બદલે રાજસ્થાન પહોંચી ગયો, થયો વિચિત્ર કાંડ


નવી દિલ્હી, તા. 14 માર્ચ, 2025: અદાણી વિલ્મર પ્લાન્ટમાંથી 2150 કાર્ટુન ફોર્ચુન ઓઈલ ચોરી કરનારી આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ થયો હતો. આરોપીઓ પાસેથી એક ટાટા મેજિક, મારુતિ સ્વિફ્ટ કાર, બે ટ્રેલર, 760 લીટર ફોર્ચુન તેલ અને 5.31 લાખ રોકડા મળી આવ્યા હતા.
૩ ઓક્ટોબરના રોજ મહાવીર યાદવે નીમચ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેણે જણાવ્યું કે તે મહાવીર રોડ લાઇન્સના નામે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. તેમણે અદાણી વિલ્મર લિમિટેડ પાસેથી તેલ મોકલવા માટે ટ્રેલર બુક કરાવ્યું હતું. 29 સપ્ટેમ્બરના રોજ, 2150 કાર્ટૂન તેલ એક ટ્રેલરમાં ભરીને મુઝફ્ફરપુર મોકલવામાં આવ્યું હતું, પરંતુ ડ્રાઇવર ટ્રેલર સાથે ગાયબ થઈ ગયો હતો. ફરિયાદ બાદ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ પુરાવાના આધારે જાણવા મળ્યું કે ટ્રક જયપુર જઈ રહ્યો હતો. પોલીસ ટીમે સતત પ્રયાસો કર્યા અને ગેંગના 7 સભ્યોની ધરપકડ કરી.
પોલીસે ફોર્ચ્યુન તેલના 53 ખાલી બોક્સ, એક મોબાઇલ, 200 લિટરનું ડ્રમ, કાર, 5.31 લાખ રોકડા, કોમ્પ્યુટર, બે ટ્રેલર જપ્ત કર્યા હતા. અદાણી વિલ્મરનો ટ્રક ગાયબ થતાં ચકચાર મચી ગઈ હતી.
આ પણ વાંચોઃ માનવ તસ્કરી એજન્ટ માટે ગુજરાત હબ, EDની તપાસમાં થયો ખુલાસો