હવે ટ્રેનમાં પણ 40 કિલોથી વધુ સામાન હશે તો થશે દંડ


જો તમે ટ્રેનમાં સફર કરશો અને સાથે વધારે સામાન લઈ જતા હશો તો હવે તમારે સામાન માટે વધારે નાણાં ચૂકવવા પડશે. વાસ્તવમાં હવે રેલવે વધારે સામાન લઈ જવાના કાયદાનો વધારે કડક અમલ કરી રહી છે અને તેની જાણકારી રેલવે મંત્રાલયે સત્તાવાર રીતે તેના ટ્વિટર હેન્ડલ પર આપી છે. આ ટ્વિટરમાં લોકોને મુસાફરી દરમિયાન વધારે સામાન નહીં લઈ જવાની ચેતવણી આપવામાં આવી છે. અહેવાલો અનુસાર જો કોઈ પ્રવાસી મયર્દિા કરતાં વધારે સામાન સાથે માલૂમ પડશે તો તેણે અલગથી બેગેજ રેટના છ ગણા નાણાં ભરવા પડશે. બીજા શબ્દોમાં કહીએ તો પ્રવાસી 40 કિલો કરતાં વધારે સામાન સાથે 500 કિલોમીટર સુધીનો પ્રવાસ કરતો હોય તો તે ફક્ત રૂ. 109 ભરીને લગેજ બુક કરી શકે છે પરંતુ જો આવા બુકિંગ વગરના સામાન સાથે પ્રવાસી પકડાશે તો તેણે રૂ. 654 ભરવા પડશે.
આમ તો દરેક કોચ પ્રમાણે સામાનની મયર્દિા નક્કી જ છે. અલગ અલગ શ્રોણીમાં પ્રવાસી 40 કિલોથી લઈને 70 કિલો સુધીનું વજન સાથે લઈ જઈ શકે છે. જેમાં સ્લીપર કોચમાં 40 કિલો, એસી ટુ ટાયરમાં 50 કિલો અને એસી ફર્સ્ટમાં સૌથી વધારે 70 કિલો વજનની છૂટ છે. જો આ મયર્દિાથી વધારે વજન હોય તો પ્રવાસી પાસેથી રેલવે વધારાનું ભાડું વસૂલી શકે છે.
રેલ પ્રવાસમાં સાથે પ્રતિબંધિત વસ્તુઓ રાખવી પણ અપરાધ છે. રેલવે પ્રવાસી પોતાની યાત્રામાં સાથે ગેસ સિલિન્ડર, કોઇપણ પ્રકારનું જ્વલનશીલ કેમિકલ, ફટાકડા, તેજાબ, દુર્ગંધ છોડતી વસ્તુઓ, ચામડું અથવા ભીની ખાલ, પેકેટમાં આવતા તેલ, ગ્રીસ, ઘી જેવી વસ્તુઓ તૂટવાથી અથવા તો ટપકવાથી પ્રવાસીઓને નુકસાન થઇ શકે છે. તેમ છતાં પણ જો પ્રવાસીઓ આવી પ્રતિબંધિત વસ્તુઓ લઇને પ્રવાસ કરે છે તો આવા સંજોગોમાં પ્રવાસી સામે રેલવે એક્ટની કલમ 164 હેઠળ કાર્યવાહી થઈ શકે છે.