

ગુજરાત: રાજ્યમાં તહેવારોની ઉજવણી બાદ હવે ફરી ગુજરાતમાં કોરોનાએ રફ્તાર પકડી છે.ત્યારે ગુજરાતમાં આજે કોરોનાએ અડધી સદી ફટકારી છે.ત્યારે આજે રાજ્યમાં 50 થી વધુ કેસ સામે આવ્યા છે.ત્યારે આજે ગુજરાત રાજ્યમાં 51 કેસ સામે આવ્યા છે. જયારે આજે 21 દર્દી ડિસ્ચાર્જ, એક્ટિવા કેસ 181 રહ્યા.
રાજ્યમાં 24 કલાકમાં 51 નવા કેસની સામે 501 લોકોનું રસીકરણ કરાયું
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 51 નવા કેસ નોંધાવવા પામ્યા છે. જેના સામે 21 દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે 181 એક્ટિવ કેસ છે. તેમજ 24 કલાકમાં 501 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
સૌથી વધુ અમદાવાદમાં 32 કેસ
આજે અમદાવાદમાં 32, રાજકોટમાં 6, સુરતમાં 4 જ્યારે ભાવનગરમાં 3 કેસ નોંધાવવા પામ્યા છે. જ્યારે સાબરકાંઠામાં 2, ગીર સોમનાથ અને પોરબંદરમાં 1-1. સુરેન્દ્રનગર અને વડોદરામાં 1-1 કોરોનાં કેસ નોંધાવવા પામ્યો છે.
આ પણ વાંચો : મહેસાણાની આ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા