સ્પોર્ટસ

રાફેલ નડાલ 14મી વખત બન્યાં ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન

Text To Speech

રાફેલ નડાલે 14મી વખત ફ્રેન્ચ ઓપનનો ખિતાબ જીતીને મોટો ઈતિહાસ રચ્યો છે. રફેલ નડાલે ફ્રેન્ચ ઓપન ટેનિસનું મેન્સ સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું છે. રવિવારે પેરિસમાં રમાયેલી ફાઈનલમાં નડાલે આઠમો ક્રમ ધરાવતા નોર્વેના કેસ્પર રુડને 6-3, 6-3, 6-0થી હરાવ્યો હતો. બંને ખેલાડીઓ વચ્ચેની આ મેચ 2 કલાક 18 મિનિટ સુધી ચાલી હતી. નડાલનું આ 14મું ફ્રેન્ચ ઓપન ટાઇટલ હતું.

36 વર્ષીય રફેલ નડાલ પણ ફ્રેન્ચ ઓપન જીતનારો સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો છે. બીજી તરફ રુડ પહેલી વખત કોઈ ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચ્યો હતો
નડાલના ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ

ફ્રેન્ચ ઓપન – 14
યુએસ ઓપન – 4
ઓસ્ટ્રેલિયન ઓપન – 2
વિમ્બલ્ડન – 2

નડાલ આજદિન સુધી ફ્રેન્ચ ઓપનની ફાઈનલમાં હારી ગયો નથી. નડાલ ક્લે કોર્ટના કિંગ તરીકે ઓળખાય છે અને તે ફ્રેન્ચ ઓપનની 14મી ફાઈનલ રમવા ઉતર્યો. રફેલ નડાલે ટેનિસ કરિયરમાં 30મી વખત કોઈ ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ઓસ્ટ્રેલિયન ઓપનની 2022ની ફાઇનલ જીતીને તેણે રોજર ફેડરર અને નોવાક જોકોવિચનો સૌથી વધુ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતવાનો રેકોર્ડ તોડ્યો હતો.

નડાલે રચ્યો ઈતિહાસ

ફ્રેન્ચ ઓપન 2022નો ખિતાબ જીતીને નડાલે તેની કેરિયરનો 22મો ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ પણ પોતાને નામે કરી લીધું છે. આ સાથે તેણે દુનિયાના નંબર વન ખેલાડી નોવાક જોકોવિચ અને સ્વિઝરલેન્ડના રોજર ફેડરરના 21 ગ્રાન્ડસ્લેમનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.

Back to top button