ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાતમાં એક વર્ષમાં લીકર પરમિટના અરજદારો 50% ઘટ્યાં

Text To Speech
  • મેડિકલમાં જરૂર હોય તેવી વ્યક્તિને તત્કાલ પરમિટ આપવા પણ જોગવાઇ
  • કડક નિયમોને કારણે પણ પરમિટધારકોમાં ઘટાડો નોંધાયો
  • તણાવ, અનિદ્રા જેવી બીમારીનું કારણ બતાવીને હેલ્થ પરમિટ લેતા હોય છે

ગુજરાતમાં લિકર પરમિટના અરજદારોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2023માં 6 મોટા શહેરમાંથી 7440 જ્યારે 2024માં માત્ર 3499ને નવી પરમિટ આપવામાં આવી છે. જેમાં દારૂ પીવા માટે 6 પ્રકારની પરમિટ મળે છે.

મેડિકલમાં જરૂર હોય તેવી વ્યક્તિને તત્કાલ પરમિટ આપવા પણ જોગવાઇ

હેલ્થ પરમિટમાં સ્વાસ્થ્યને આધારે ‘દવા’ તરીકે જરૂરી હોય તેવી વ્યક્તિને પરમિટ અપાય છે. હંગામીમાં કામચલાઉ-ટુરિસ્ટમાં એક મહિના, રાજ્ય બહારની વ્યક્તિને 7 દિવસ જ્યારે ગ્રુપ પરમિટમાં વિદેશી નાગરિકને કોન્ફરન્સ માટે પરમિટ આપવામાં આવતી હોય છે. મેડિકલમાં જરૂર હોય તેવી વ્યક્તિને તત્કાલ પરમિટ આપવા પણ જોગવાઇ છે.

તણાવ, અનિદ્રા જેવી બીમારીનું કારણ બતાવીને હેલ્થ પરમિટ લેતા હોય છે

ગુજરાતમાંથી અનેક લોકો તણાવ, અનિદ્રા જેવી બીમારીનું કારણ બતાવીને હેલ્થ પરમિટ લેતા હોય છે. ગુજરાતમાં હાલ અંદાજે 43 હજારથી વધુ લોકો પાસે દારૂની પરમિટ છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2024માં જે શહેરમાંથી દારૂની પરમિટ માટે સૌથી વધુ નવીપરમિટ અપાઈ છે તેમાં સુરત 703 સાથે મોખરે છે. સુરતમાં 2023માં 1143ને દારૂની પરમિટ આપવામાં આવી હતી. સુરતમાં અંદાજે 12,500થી વધુ લોકો પાસે દારૂની પરમિટ છે.

કડક નિયમોને કારણે પણ પરમિટધારકોમાં ઘટાડો નોંધાયો

વર્ષ 2024માં દારૂની સૌથી વધુ પરમિટ અપાઈ હોય તેમાં અમદાવાદ 332 સાથે બીજા સ્થાને છે. અમદાવાદમાં વર્ષ 2023માં દારૂની પરમિટ મેળવનારા 1033 હતા. દારૂની પરમિટમાં થયેલા ઘટાડા અંગે જાણકારોનું માનવું છે કે, પરમિટ શોપમાં દારૂ પર 65 ટકાનો ટેક્સ લેવામાં આવે છે. જેના કારણે દારૂની કિંમત ઘણી વધી જાય છે. આ ઉપરાંત કડક નિયમોને કારણે પણ પરમિટધારકોમાં ઘટાડો નોંધાયો છે.

આ પણ વાંચો: જુનાગઢના યુવાનને ડિજીટલ અરેસ્ટ કરી ગઠિયાઓએ રૂ.26.15 લાખ પડાવ્યા

Back to top button