

પાલનપુર: એમ કહેવાય છે ગરીબની આંતરડી ઠારવાથી તેના આશિષ મળે છે. આવુજ કામ પાલનપુર ના કેટલાક યુવાનો કરી રહ્યા છે.
આ યુવાનોની ટિમ કોઈ પશુ કે પક્ષી ઇજાગ્રસ્ત થયું હોય તો તુરંત જ દોડી જઇ તેની સેવામાં લાગી જાય છે. ત્યાં અહીં જ એક શાળામાં વધેલી ઈડલી જરૂરિયાત મંદ અને ગરીબ વ્યક્તિઓ સુધી પહોંચાડી હતી.

પાલનપુરના યુવાનોની ઉમદા સેવા
પાલનપુરના વિકિભાઈ બારોટનો મંગળવારે ફોન આવેલ અને તેમને જણાવ્યું કે, ગોવિંદા સ્કૂલમાં ઈડલી વધી છે. જે ૨૦૦ થી ૨૫૦ જેટલા લોકો જમી શકે તેમ છે. તો જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી અને યુવાનો તુરંત જ શાળામાં પહોંચ્યા અને રિક્ષામાં ઈડલી લઈને અહીંના નવા ગંજ પાસે ગોબરી રોડ તેમજ તેની આજુબાજુના વિસ્તારમાં જઈ જરૂરિયાત મંદ લોકો સુધી ઈડલી પહોંચાડી હતી. આ સેવામાં બે થી ત્રણ કલાકમાં અલગ અલગ જ્ગ્યા એ સમય કાઢીને પહોંચ્યા હતા. સેવાના આ કાર્યમાં કિશોરભાઈ પટણી પણ સહયોગી બન્યાં હતાં.