ધર્મ

ધનુર્માસમાં દ્વારકાના નાથ રાજા રણછોડરાયને ખીચડાનો ભોગ કેમ ધરાવવામાં આવે છે?

Text To Speech

સૂર્ય જ્યારે ધનુર રાશિમાં પ્રવેશ કરે તે દિવસથી ધનુર્માસ શરૂ થાય છે. સામાજીક કાર્યો લગ્ન જેવા માટે અશુભ ગણાય છે. ભારદ્વાજ સંહિતા, પંચરાત્રમા બ્રહ્મ હંસ સંવાદમાં કુલ છ અધ્યાયમાં આનું વિશેષ મહત્વ સમજાવ્યું છે. એક કથા છે કે સતપસંદ નામનો રાજા નર્મદાના તીરે એક નગરમાં રાજ્ય કરતો હતો તેનાથી ધનુર્માસમાં એક પાપ થઈ ગયું. તેથી તેને એક સર્પદશનું ફળ મળ્યું. તેને પ્રભુની ભક્તિ અને દાન પુણ્ય કર્યું. આથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા મૃત્યુબાદને વૈકુંઠમાં ગયો.

આ માસમાં પ્રભુની ભક્તિ કરવી તે પુણ્યને વધારી આપે છે.

માગસર માસ દેવતાઓનો પ્રાત:કાળ ગણાય છે. આ સાત્વિક ગણાય છે.

આ માસમાં નવા ધાન્ય ખેતીનો નવા પાક ધઉં, ચોખા, તલ, ગોળ ઉત્પન્ન થાય છે.

આ બધુ પ્રભુને અર્પણ કરી સંસારિક કામમાં લેવું.

આ બધા ધાન્યનો ખીચડો, બનાવી ડાકોરજીને ધરાવવામાં આવે છે.

આ માસમાં મંગલમૂર્તિ ભગવાનનાં દર્શન કરવાં ધનુર્માસમાં દિવસ ટૂંકો બને છે. ઘણા મંદિરોમાં સરસવ અને તેલના દીવા પ્રક્ટાવવામાં આવે છે.

આ માસમાં બ્રહ્મભોજનનું મહત્વ છે. યુધિષ્ઠિર એક સ્વયં પાકા શુધ્ધ પવિત્ર બ્રાહ્મણને જમાડયો તેનું પતરાળુ ઉપાડયું તો નીચે બીજુ પતરાળુ હતું. આમ યુધિષ્ઠિરે 1000 પતરામાં ઉઠાવ્યા. ભગવાન કૃષ્ણે કહ્યું કે તને એક હજાર બ્રાહ્મણ જમાડવાનું પુણ્ય મળશે. ધનુર્માસ દરમ્યાન સૂર્યોદય વખતે  શીરો પ્રભુને ધરાવવામાં આવે છે. આ ધનુર્માસમાં પ્રભુની ભક્તિ કરવી.

Back to top button