
- હલકી ગુણવત્તાને કારણે હાટકેશ્વર બ્રિજ જમીનદોસ્ત કરવાના નિર્ણય
- 82 બ્રિજના ઈન્સ્પેક્શનની પેનલમાં વિવાદિત કન્સલ્ટન્ટનો સમાવેશ થતા ભડકો
- બ્રિજના ઇન્સ્પેક્શન માટે ત્રણ કન્સલ્ટન્ટ એજન્સીઓની નિમણૂક કરવામાં આવી
અમદાવાદનો હલકી ગુણવત્તાને કારણે હાટકેશ્વર બ્રિજ જમીનદોસ્ત કરવાના નિર્ણય અને મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનાને પગલે રૂ.1.60 કરોડના ખર્ચે શહેરના તમામ ઓવરબ્રિજ, રિવરબ્રિજ, અંડરબ્રિજ, કેનાલનો કલ્વર્ટ તથા ફ્લાય ઓવરબ્રિજ મળી કુલ 82 બ્રિજનું ત્રણ તબક્કામાં ઇન્સ્પેક્શન કરવા માટે સ્ટ્રક્ચરલ ડિઝાઇનના ત્રણ કન્સલ્ટન્ટ કંપનીની પેનલ નક્કી કરવાની દરખાસ્ત રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં મંજૂર કરાઈ છે.
આ પણ વાંચો: ભાવનગર ડમી ઉમેદવાર કાંડમાં યુવરાજસિંહને સમન્સ આપવામાં આવ્યું
ઈન્કમટેક્સ બ્રિજના વિવાદમાં સપડાયેલ ડિઝાઇન કન્સલ્ટન્ટ કસાડ કન્સલ્ટન્ટ પ્રા.લિ.ની નિમણૂંક
આ દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી માટે રજૂ કરાશે. SP રિંગ રોડ પર મુમતપુરા બ્રિજના સ્લેબ તૂટી પડવાની ઘટનામાં જવાબદાર અને હટાવી દેવાયેલી PMC કંપની મલ્ટીમીડિયા પ્રા. લિ. અને ફાઇવ લેનના ઈન્કમટેક્સ બ્રિજના વિવાદમાં સપડાયેલ ડિઝાઇન કન્સલ્ટન્ટ કસાડ કન્સલ્ટન્ટ પ્રા.લિ.ની નિમણૂંક કરવાને પગલે નવો ભડકો થયો છે. મે મહિનામાં પ્રથમ મુખ્ય ઇન્સ્પેક્શન, અને ચોમાસા પછી ઓકટોબરમાં ઈન્સ્પેક્શન કરીને તેનો રીપોર્ટ AMCમાં સબમીટ કરવા માટેની પેનલ નક્કી કરાઈ છે.
આ પણ વાંચો: મહુડી ઘંટાકર્ણ મહાવીર મંદિરમાંથી સોનાના વરખની ચોરી મામલે નવા ખુલાસા થયા
તમામ 82 બ્રિજના સ્ટ્રક્ચરલ ડીઝાઇન કન્સલ્ટન્ટની એમ-પેનલમેન્ટમાં કામગીરી કરતા કન્સલ્ટન્ટસ તરીકે મલ્ટીમીડીયા કન્સલ્ટન્ટસ પ્રા.લી, કસાડ કન્સલ્ટન્ટસ પ્રા.લી અને પંકજ એમ. પટેલ કન્સલ્ટન્ટસ પ્રા.લી.ની નિમણૂંક માટેની દરખાસ્તને રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીએ મંજૂર કરી છે. આમ, વિવાદમાં સપડાયેલ એજન્સીઓ શું તપાસ કરશે ? તેવો પ્રશ્ન મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં પાણીની પરાયણ, આગામી દિવસોમાં પાણીનો કકળાટ વધે તેવો વર્તારો
બ્રિજના ઇન્સ્પેક્શન માટે ત્રણ કન્સલ્ટન્ટ એજન્સીઓની નિમણૂક કરવામાં આવી
રોડ એન્ડ બિલ્ડીગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈએ જણાવ્યું હતું કે બ્રિજના ઇન્સ્પેક્શન માટે ત્રણ કન્સલ્ટન્ટ એજન્સીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં બ્રિજનું મુખ્ય ઇન્સ્પેક્શન, ચોમાસા પહેલા અને ચોમાસા બાદ ત્રણ તબક્કામાં કરવામાં આવશે. બ્રિજની લંબાઈ અને પહોળાઈ મુજબ સરકારના નક્કી કરેલા ભાવ મુજબ કંપનીને પૈસા ચૂકવવામાં આવશે.
આ પણ વાંચો: સરકારના જ બે વિભાગ, ખરીદી એક જ પ્રકારની પણ કૌભાંડ આચરવા ભાવ જુદા
જે કન્સલ્ટન્ટ કંપની બ્રિજમાં અગાઉ કન્સલ્ટન્ટ કંપની તરીકે રહી ચૂકી હશે તે કંપનીએ ફરીથી તે જ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવાનું રહેશે નહીં. આ સુધારા મુજબ કામને મંજૂર કરવામાં આવ્યું છે. આર.એન્ડ.બી. ડીઝાઈન સર્કલ, ગુજરાતના મંજુર થયેલા રૂા.22.10/પ્રતિ ચો.મી. ના ભાવો મુજબ તથા રૂ. 81 પ્રતિ ચો.મી.ના ભાવો મુજબ તેમજ રૂ. 302 પ્રતિ ચો.મી.મુજબ કામગીરી કરાવવાની આ દરખાસ્ત મંજૂર કરાઈ છે.