

- કોલાર ખાતે અગાઉ મોદી અટક ઉપર કરી હતી ટિપ્પણી
- ટિપ્પણી બાદ રાહુલ ગાંધી ઉપર થયો હતો માનહાનીનો કેસ
- સુરત કેસમાં તેમને દોષિત ઠેરવી સજા મળતા લોકસભા પદ ગુમાવ્યું હતું
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે કર્ણાટકના કોલારમાં એક રેલીને સંબોધિત કરશે. આ એ જ જગ્યા છે જ્યાં તેમણે મોદી સરનેમ પર ટિપ્પણી કરી હતી, જેના માટે તેમને ગુનાહિત માનહાનિનો દોષી ઠેરવવામાં આવ્યો હતો અને સંસદમાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો.
બેંગ્લોરમાં નવનિર્મિત ઈન્દિરા ગાંધી ભવન કાર્યાલયનું ઉદ્ઘાટન
જણાવવામાં આવ્યું છે કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના પ્રચારને વધુ તેજ કરવા માટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ આજે સવારે બેંગલુરુ પહોંચશે. તે પછી તેઓ કોલાર જશે અને ત્યાં કોંગ્રેસની જય ભારત રેલીને સંબોધશે. સાંજે, તેઓ બેંગલુરુમાં કર્ણાટક કોંગ્રેસ કાર્યાલય પાસે નવનિર્મિત ઈન્દિરા ગાંધી ભવન કાર્યાલયનું પણ ઉદ્ઘાટન કરશે.
જેડીએસે વધુ છ ઉમેદવારોની જાહેરાત કરી છે
જનતા દળ (સેક્યુલર) એ શનિવારે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે વધુ છ ઉમેદવારોની જાહેરાત કરી છે. તાજેતરમાં કોંગ્રેસ છોડીને આવેલા રઘુ આચરને ચિત્રદુર્ગમાંથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે પૂર્વ ધારાસભ્ય ડો. ભારતી શંકર વરુણા સીટ પર કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ સીએમ સિદ્ધારમૈયા અને ભાજપના મંત્રી વી સોમન્નાને પડકાર આપશે. જેડીએસે બાગલકોટથી ડો.દેવરાજ પાટીલને મેદાનમાં ઉતાર્યા છે. એમએન મુથપ્પાને મદિકેરીથી અને અમરશ્રીને મૂડબિદ્રીથી ટિકિટ આપવામાં આવી છે.