

- આગામી 5 દિવસ રાજ્યમાં છૂટછવાયા વરસાદની સંભાવના
- 3થી 10 સપ્ટેમ્બરમાં રાજ્યમાં હળવા વરસાદની શક્યતા
- દેશના કેટલાક ભાગોમાં 100% વરસાદ થઈ શકે છે
ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાના એંધાણને પગલે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં વરસાદ આવશે. તેમજ બીજા સપ્તાહમાં રાજ્યભરમાં વરસાદની આગાહી છે. વરસાદી સિસ્ટમ સક્રિય થવાના એંધાણને પગલે આગાહી છે.
આગામી 5 દિવસ રાજ્યમાં છૂટછવાયા વરસાદની સંભાવના
આગામી 5 દિવસ રાજ્યમાં છૂટછવાયા વરસાદની સંભાવના છે. તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની શક્યતા છે. તથા આ વર્ષે ઓગસ્ટ માસમાં નહિવત વરસાદ રહ્યો છે. તેમજ અંબાલાલ પટેલે એવી પણ આગાહી કરી છેકે, ગુજરાતમાં સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં સારો વરસાદ થઈ શકે છે. દેશના કેટલાક ભાગોમાં 100% વરસાદ થઈ શકે છે.
આ પણ વાંચો: અમદાવાદ: ચોરીના 63થી વધુ ગુના ઉકેલાશે, રીઢો ચોર ઝડપાયો
3થી 10 સપ્ટેમ્બરમાં રાજ્યમાં હળવા વરસાદની શક્યતા
બંગળના ઉપસાગરમાં હલચલ થતાં ગુજરાતમાં સપ્ટેમ્બરમાં સારો વરસાદ થઈ શકે છે. બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બનશે. દક્ષિણ મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. 4થી 10 સપ્ટેમ્બરના અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ બનશે. આ બે સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા રહેશે. જેના કારણે આંધ્ર ઓરિસ્સા થઈને મહારાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદ થવાની શક્યતા છે. મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ થશે. ગુજરાતના અલગ-અલગ વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા છે. જ્યારે 3 થી 10 સપ્ટેમ્બરમાં રાજ્યમાં હળવા વરસાદની શક્યતા છે.