છોકરીએ સ્કૂટી સાથે એવો અકસ્માત કર્યો કે, VIDEO જોઈને લોકો હક્કાબક્કા રહી ગયા


HD News Desk (અમદાવાદ), 14 માર્ચ: રોજેરોજ ઇન્ટરનેટ પર મજેદાર અને મનોરંજનથી ભરપૂર વાયરલ વીડિયો ધૂમ મચાવે છે. પરંતુ કેટલીક વાર રોડ એક્સિડન્ટના Video પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. જો કે, એમાંથી કેટલાક વીડિયો તો એવા હોય છે કે મગજ પણ કામ નથી કરતું કે, આ અકસ્માત કેવી રીતે થયો હશે. હાલમાં જ એક એક્સિડન્ટનો વીડિયો સર્ક્યુલેટ થઈ રહ્યો છે જેણે બધાને ચોંકાવી દીધા છે. જેમાં છોકરીએ સ્કૂટી એવી રીતે ચલાવી કે સીધા ઘરના છાપરે ચડી ગઈ.
View this post on Instagram
વાયરલ વીડિયો જોઈને સૌકોઈ ચોંકી ગયા
તમે આજ દિન સુધી રોડ પર આવા એક્સિડન્ટનો વીડિયો નહીં જોયો હોય. જો કે, હાલમાં જે એક્સિડન્ટનો વીડિયો વાયરલ થયો છે તેને જોઈને તમે માથું ખંજવાળતા જ રહી જશો. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક ઘરનાં છાપરે બે છોકરીઓએ સ્કૂટી ઘૂસાડી દીધી હતી. છત પર એવી રીતે સ્કૂટી ઘૂસાડી હતી કે તેમાં બેઠેલી બંને છોકરીએ ફસાઈ હતી. જો કે, પછીથી એક યુવક આવે છે અને બંનેને બહાર નીકાળવામાં મદદ કરે છે. Videoમાં દેખાય આવે છે કે બંને છોકરીઓ સુરક્ષિત છે. પરંતુ હજુ સુધી સમજી શકાયું નથી કે, આ અકસ્માત કેવી રીતે થયો હશે અને સ્કૂટી કોઈના ઘરની છત પર કેવી રીતે ફસાઈ હશે.
લોકોએ વીડિયો જોઈને જાતજાતની કોમેન્ટ્સ કરી
આ વીડિયોને @jpsin1 નામના એકાઉન્ટથી ‘X’ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોની સાથેના કેપ્શનમાં લખ્યું છે કે, આ અકસ્માત આખરે કેવી રીતે થયો હશે. તો બીજા યુઝર્સે લખ્યું કે, તે સ્ત્રી છે, કંઈ પણ કરી શકે છે. અત્યાર સુધી આ વીડિયોને 2 લાખ 35 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું- મેં આવો સીન માત્ર ફિલ્મમાં જ જોયો હતો. બીજા એકે મશ્કરી કરતાં કોમેન્ટ કરી કે, રસ્તાની વચ્ચે ઘર કેવી રીતે બન્યું, તપાસ થવી જોઈએ.
આ પણ વાંચો: વીડિયો: આજે યમરાજને પણ જોઈ લીધા! એક વ્યક્તિ પાડો લઈને નીકળ્યો ચા પીવા